ટકરાવ:બોટાદની બારોટ શેરીમાં 8 શખ્સ વિરુદ્ધ સામસામી ફરિયાદ, કોળી પટેલના બે જૂથ વચ્ચે બોલાચાલી

બોટાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોટાદની બારોટ શેરી, તાલુકા શાળાની બાજુમાં રહેતા અને ચાની દુકાન ધરાવતા વેપારી વિનોદભાઈ બાવળીયા (કોળી પટેલ )ઉવ- 26 એ આરોપી કિશન, અનિકેત, ઋત્વિક ઘાઘરેટીયા, હિરેન જાદવ વિરુદ્ધ નોંધાવેલ ફરિયાદમાં ફરિયાદી વિનોદભાઈના કારીગર કિશનભાઇ સાથે આરોપીઓ ઝઘડો કરતા હોય ફરિયાદી વચ્ચે પડતા આરોપી અનિકેતનના હાથમાં લોખંડનો પાઇપ હતો તેનો એક ઘા વિનોદભાઈના માથામાં મારેલ. તેમજ ઋત્વિકે લાકડીનો ઘા ડાબા હાથની કોણી પર મારેલ. જ્યારે હિરેને લાકડીનો એક ઘા ફરીયાદીના માથામા મારી ઇજા કરી મારી નાંખવાની ધમકી આપી ગુનામાં એકબીજાને મદદ કરી જાહેરનામાનો ભંગ કર્યાની ઉપરોક્ત ચારેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલ છે.

જ્યારે સામે પક્ષે રાજુભાઈ જીવરાજભાઈ ઘાઘરેટીયા (કોળી પટેલ) રહે, બારોટ શેરી વાળાએ આરોપી વિનોદ, વિજય, કિશન અને રવિ વિરુદ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ગઇકાલે રાત્રીના 10:00 વાગ્યે ઉપરોક્ત આરોપીઓ ફરિયાદી રાજુભાઈ ઘાઘરેટીયાના ઘરની બહાર ગાળો બોલતા હોય ત્યારે ફરિયાદીના પુત્ર ઋત્વિક રાજુભાઈએ ગાળો બોલવાનીના પાડતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયેલા અને ઝઘડો કરી ફરિયાદીના પુત્ર અને તેમના સંબંધી અનિકેતને સામા વાળાએાએ માર મારતા દેકારો થતા આ વખતે જયંતીભાઈ તથા ઉકડભાઇ આવી જતા વધુ માર મારતા  છોડાવેલ. અને આ લોકોએ કહેલ કે આ વખતે બચી ગયો હવે મળીશ તો મારી નાખીશ તેવી ધમકી આપી ગુનામાં એકબીજાને મદદગારી કર્યાની ચારેય વિરુદ્ધ બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...