હુમલો:રાણપુરમાં પતી -પત્ની ઉપર હુમલો પુત્ર અને પિતા વિરુદ્ધ ફરિયાદ

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લૂંટારાઓ રોકડ અને મોબાઇલ લઇને નાસી છૂટ્યા
  • ​​​​​​​‘તારો દીકરો મારા દિકરા ભેગો રમી જેમ ફાવેતેમ બોલે છે’ કહી

રાણપુરમાં કુંભારવાડા પાસે રહેતા આશાબેન અને તેમના પતિ ઉપર નાના બાળકો સાથે રમવાની બાબતને લઈ પુત્ર અને તેના પિતાએ પોલા પાઈપ વડે હુમલો કર્યો હતો તા.1/11/22 ના બપોરના 12:30 કલાકે આશાબેન તેમના ઘરની બહાર આવેલી તેમની કરીયાણાની દુકાને હતા ત્યારે ઝવેરભાઈ વીરમભાઈ ચૌહાણે આશાબેનની દુકાને આવી અને કહેવા લાગેલ કે તારો નાનો દિકરો યુવરાજ મારા દિકરા ભેગો રમી જેમફાવે તેમ બોલે છે

તેને સમજાવી દેજે ત્યારે આશાબેને કહુ કે આતો નાના છોકરા કહેવાઈ તે ભેગા રમે અને ઝઘડે પણ તેનુ ઉપરાણુ આપડે મોટાએ ન લેવાય ત્યારે ઝવેરભાઈ ઉશ્કેરાઈને જેમ ફાવે તેમ મોટેથી ગાળો બોલવા લાગેલ તે સમય દરમિયાન આશાબેનના પતિ ભરતભાઈ ચૌહાણ સેન્ટીગ કામેથી આવી જતા તેઓએ ઝવેરભાઈને ઉચા અવાજે બોલવાની ના પાડતા ઝવેરભાઈ આશાબેનના પતિ ભરતભાઈને ઢીકા પાટુનો માર મારવા લાગેલ.

અને ઝવેરભાઈના પિતા વિરમભાઈ પાઈપ લઈને આવીને ભરતભાઈને મારવા લાગેલ આ ઝપાઝપીમાં અશાબેનના પતિને પાઈપ માથાના ભાગે વાગતા ઈજાઓ થઈ હતી ત્યારે આજુબાજુના માણસો ભેગા થતા ઝવેરભાઈ અને તેમના પિતા વિરમભાઈ આજ તો બચી ગયા છો હવે સામે આવ્યા તો મારી નાખીશ તેવી ઘમકી આપી નાસી છુટ્યા હતા ત્યારબાદ અશાબેનને સામાન્ય સારવાર માટે રાણપુર સરકારી હોસ્પિટલે અને તેમના પતિ ભરતભાઈને માથાના ભાગે ઈજા થયેલી હોવાથી બોટાદ સબીહા હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા આ અંગે આશાબેન ભરતભાઈ ચૌહાણે વિરમભાઈ માવજીભાઈ ચૌહાણ અને ઝવેરભાઈ વિરમભાઈ ચૌહાણ બન્ને રહે રાણપુર, વિરૂધ્ધ રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...