તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માથાકૂટ:બાળકી રમાડવા બાબતે બે પરિવાર વચ્ચે બબાલ, સામ સામે ફરિયાદ

બોટાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોટાદમાં હરણકૂઇમાં રિસામણે રહેતી પરીણિત મહિલાની બાળકીને સાસરીવાળા રમાડવા લઇ જતાં બન્ને પરિવારજનો વચ્ચે માથાકૂટ હતી

બોટાદમાં હરણકુઇમાં રિસામણે રહેતી પરણિત મહિલાની બાળકીને સાસરીપક્ષવાળા રમાડવા લઇ જતા બન્ને પરિવારજનો વચ્ચે બાળકીને રમાડવા બાબતે માથાકુટ થતા બોટાદ પોલીસ સ્ટેશનમા સામ સામે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી માહિતી બોટાદમા હરણકુઇમા રહેતા મોહીનભાઇ આદમભાઇ માંકડની બહેન ખુશ્બુબેને દોઢ વર્ષ પહેલા હરણકુઇમાજ રહેતા અફસાન સિકંદરભાઇ સીદાતર સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. પરંતુ હાલ એક માસથી ખુશ્બ્બેન રીસામણે હોવાથી તેમના ભાઇ મોહીનભાઇ આદમભાઇ માંડના ઘરે રહે છે. ખુશ્બુબેનની દિકરી નાજ ઉ.વર્ષ. 6 મહિનાને તેમના સાસરીપક્ષમાથી રમાડવા માટે તા. 12/7/21ના રોજ રમાડવા માટે લેવા આવ્યા હતા તે દરમિયાન બન્ને પરિવાર વચ્ચે બાળકીને રમાડવા ન લઇ જવા માટે માથાકુટ થઇ હતી. અને બન્ને પરિવાર મથે માર મારી થતા નાની મોટી ઇજાઓ પહોચી હતી.

આ બનાવ અંગે બને પક્ષે બોટાદ પોલીસ સ્ટેશનમા સામ સામે ફરીયાદ નોંધાવી હતી જેમા મોહીનભાઇ આદમભાઇ માંકડે બોટાદ પોલીસ સ્ટેશનમા સમીર સિકંદરભાઇ સીદાતર, અફસાન સિકંદરભાઇ સીદાતર, સાહિલ સીરાજભાઇ સીદાતર અને સાયરાબેન સિકંદરભાઇ સીદાતર વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી જ્યારે સામા પક્ષે સમીરભાઇ સિકંદરભાઇ સીદાતરે મોહીન આદમભાઇ માંકડ, અલ્તાફ નુરુદ્દીનભાઇ માંકડ, અકરમ કાદરભાઇ માંકડ અને ઇલ્યાસ ઉર્ફે ઇલુ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...