ફરિયાદ:બોટાદના પ્લમ્બરને માર મારનારા 4 વિરુદ્ધ ફરિયાદ

બોટાદએક દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાણીનું દબાણ ઓછું હોવાની બબાલ

બોટાદમા પાણીનું દબાણ ઓછું હોવાની બબાલને લઇ પ્લમ્બર યુવાનને માર મારી ધમકી આપતા 4 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. બનાવ અંગેની વિગત પ્રમાણે, બોટાદ શહેરના હિફલીમાં પાણીની ટાંકી પાસે રહેતા અને પ્લમ્બરનું કામ કરતા હિરેન ભાઈ નાનજી ભાઈ રાઠોડ (સતવારા) ઉંવ-૩૩ ગત- 17 માર્ચના રાત્રિના પોતાના ઘરે હતા ત્યારે રવિભાઈ પ્લમ્બરનો ફોન આવ્યો હતો કે સંતોષ બેકરી ટાવર રોડ પર નવું કોમ્પલેક્ષ બને છે ત્યાં આવી જાવ.

જેથી ફરિયાદી હિરેનભાઈ પ્લમ્બર કોમ્પ્લેક્ષની ઓફિસમાં ગયા ત્યાં આરોપી રવિભાઈ પ્લમ્બર, વિપુલભાઈ ગઢવી, મુન્નાભાઈ ગઢવી અને સતાભાઈ હાજર હતા. વિપુલભાઈ ગઢવીએ એ ફરિયાદી હિરેનભાઈને કોમ્પ્લેક્ષમાં ઉપરથી બરાબર પાણીનું પ્રેસર આવતું નથી તેમ કહેલું. જેથી હિરેનભાઈએ પોતે તે કામ ન કર્યું હોવાનું જણાવ્યું હતું.

ત્યારે વિપુલભાઈ ગાળો દેવા લાગેલ અને વિપુલભાઈ, મુન્નાભાઈએ ઢીકા પાટુનો માર મારી દિવાલ સાથે માથું ભટકાડેલું જ્યારે સતાભાઈએ લોખંડના પાઇપ વડે છાતીના ભાગે ઘા મારેલો. વિપુલભાઈ અને મુન્ના ભાઈએ મારી નાખવાની ધમકી પણ આપી હતી ત્યારે અન્ય લોકો બચાવમાં આવ્યા હતા અને હિરેનભાઈને સારવાર માટે સોનાવાલા હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...