તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Botad
 • Commencement Of The Second Phase Of Vaccination In Botad, Officials And Employees Of The Education Department Were Vaccinated

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિનશન:બોટાદમાં રસીકરણના બીજા તબક્કાનો પ્રારંભ, શિક્ષણ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને રસી મુકાઈ

બોટાદ25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોરોના વિરોધી રસી સુરક્ષિત અને સલામત છે, સહુ કોઈએ લેવી જોઈએ - અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા. જે.એસ.કનોરીયા

સમગ્ર રાજયમાં કોવિડ સામે રાક્ષણ આપતી કોરોના વિરોધી રસી આપવાના બીજા તબક્કા અંતર્ગત બોટાદ જિલ્લામાં પણ કોવીડ સામે રક્ષણ આપતી રસી આપવાના બીજા તબક્કાનો શુભારંભ થયો છે. બોટાદની સોનાવાલા હોસ્પિટલ ખાતે રસીકરણના બીજા તબક્કામાં આરોગ્ય શાખા, ગૃહવિભાગ તથા આઇ.સી.ડી.એસ. અને શિક્ષણ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને પણ રસી મૂકવામાં આવી હતી.

બોટાદ જિલ્લામમાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા. જે.એસ.કનોરીયા, આર.સી.એચ. અધિકારી ર્ડા. એસ.એ.સુતરીયા તથા એપીડેમીક મેડીકલ ઓફીસર ર્ડા. આર.આર.ચૌહાણ અને પ્રોગ્રામ ઓફીસર આઇ.સી.ડી.એસ. ર્ડા. હસીના મનસુરીએ કોરોના વિરોધી રસી મૂકાવી હતી. આ રસી સુરક્ષિત અને સમાલત હોવાનો સંદેશ આપ્યો હતો અને તેમણે જાહેર જનતાને અનુરોધ કરતાં જણાવ્યું હતું કે, રસી સલામત છે અને સૌ કોઈએ લેવી જોઈએ.

બોટાદ જિલ્લામાં કોવીડ સામે રક્ષણ આપતી રસીના ચાર હજાર ડોઝ ફાળવવામાં આવ્યા છે. આ ડોઝમાંથી ડોક્ટર્સ, નર્સ અને પેરામેડિકલ સ્ટાફને રસી મૂકવામાં આવી છે. આ રસી લીધા બાદ રસી લીધેલાઓમાંથી હજુ સુધી કોઈપણને કોઇજાતની તકલીફ કે આડઅસર થયેલ નથી. નોંધપાત્ર બાબત એ છે કે, અત્યાર સુધી જિલ્લામાં ૫૫૯૭ થી વધુ લોકોને રસી અપાઈ ચૂકી છે. બીજા તબક્કાના રસીકરણમાં આજ તા.9/2/2021 ના રોજ જિલ્લા પંચાયતના શિક્ષણ, આરોગ્ય અને આઇ.સી.ડી.એસ. વગેરે વિભાગના અંદાજીત 124 અધિકારીઓ- કર્મચારીઓને જિલ્લા પંચાયત ભવન ખાતે કોરોના સામે રક્ષણની રસી આપવામાં આવેલ હતી.

સરકારની સુચના અનુસાર કોરોના વિરોધી રસી તબક્કાવાર સૌ પ્રથમ હેલ્થકેર વર્કર તથા પછી ફ્રન્ટલાઇન વર્કર તથા 50 વર્ષથી મોટી ઉંમરના અને કો-મોર્બીડીટી ધરાવતા વ્યક્તીઓને રસીકરણ કરવામાં આવશે. આ રસી સંપુર્ણ સલામત અને સુરક્ષિત છે. જેથી તમામ વ્યક્તિએ તબક્કાવાર આપવામાં આવનાર રસીકરણનો લાભ લેવા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો