સ્થાનિકોની સુવિધામાં થશે વધારો:બોટાદ પાલિકામાં આવતી સોસાયટીમાં રોડ-રસ્તાના કામોનો શુભારંભ; રૂ. 6.15 કરોડના વિકાસકાર્યોનું ધારાસભ્યના હસ્તે ખાતમૂહુર્ત

બોટાદએક મહિનો પહેલા

બોટાદ નગરપાલિકા દ્વારા રોડ, રસ્તા અને ગટરના વિકાસના કામોને લઈને 6 કરોડ 15 લાખનાં કામ હાથ ધરવામાં આવ્યાં છે. જે કામોનું સૌરભ પટેલના હસ્તે ખાતમૂહુર્ત કરાયું હતું. જેમાં બોટાદ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાના કામો હાથ ધરવામાં આવશે.

ધારાસભ્યના હસ્તે આ કાર્યોનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું
બોટાદ નગરપાલિકા દ્વારા પાલિકા વિસ્તારમાં આવતી સોસાયટીઓમાં રોડ, રસ્તા તેમજ ગટરના વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યાં છે. જેને લઈને બોટાદ નગર પાલિકા વિસ્તારની અલગ અલગ સોસાયટીમાં 6 કરોડ 15 લાખના કામો હાથ ધરવામાં આવ્યા છે. જેના અંતર્ગત બોટાદના ધારાસભ્ય સૌરભ પટેલના હસ્તે આ કાર્યોનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. આ ખાતમૂહુર્ત સમયે ખૂબ મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો પણ હાજર રહ્યા હતા. તો સૌરભ પટેલ દ્વારા સતત વિકાસના કામો થતા આવ્યા છે અને લોકોને વધુને વધુ લાભ કેમ મળે તેના માટે કામો થઈ રહ્યા છે. આગામી દિવસોમાં હજુ 11 કરોડની ગ્રાન્ટ મંજુર થશે અને અલગ વિસ્તારમાં તેના કામો પણ શરૂ કરી લોકોને વધુ સુવિધા મળશે તેવું તેમણે નિવેદન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...