ધાર્મિક:તરઘરા મોગલધામમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ

બોટાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોટાદ તાલુકાના તરઘરા ગામે મોગલ ધામના પાવન પરિસરમા મોગલ મા, રાજરાજેશ્વરી શ્રી મેલડી મા, શ્રી અંબાજી મા અને દક્ષેશ્વર મહાદેવ મંદિરમા શિવ પંચાયતની મૂર્તિ પ્રતિષ્ઠાનો ભવ્ય સાતદિવસીય મહોત્સવનો તા. 2-5-22નાં રોજ પ્રારંભ ધામધૂમથી કરવામાં આવ્યો છે.

મહોત્સવનાં પ્રથમ દિવસે કળશ યાત્રા યોજાઈ હતી અને શતચંડી મહાયજ્ઞ, દેવીયાણ કથાનો પ્રારંભ થયો કરવામાં આવ્યો હતો. બોટાદ તાલુકાનાં તરઘરા ગામે આવેલ મોગલધામ ખાતે તા.2/5/22 થી 8/5/22 સુધી ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ શતચંડી મહાયજ્ઞ અને દેવીયાણ કથા તથા ધર્મસભાનુ ભવ્યાતિભવ્ય આયોજન કરવામા આવ્યુ છે.

આ મહોત્સવના પ્રથમ દિવસે કળશયાત્રા તરઘરા ગામમાં આવેલ શિકોતર માતાના મંદિરેથી પગપાળા નીકળી મોગલધામ મંદિર સુધી યોજાઈ હતી. આ કળશયાત્રામાં ભક્તો જોડાયા હતા. આ મહોત્સવ નિમિતે સાત દિવસ ચાલનાર શતચંડિ યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ મહાયજ્ઞ આચાર્ય પંડિત રાકેશકુમાર મિશ્ર દ્વારા કરાવવામા આવશે. તેમજ દેવીયાણ કથાનો પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કથાનું રસપાન અનુભા જામંગ વ્યાસ પીઠ ઉપર બિરાજી પોતાની આગવી શૈલીમાં ભક્તોને રસપાન કરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...