રાજકારણ:પંજાબના CM રાજીનામું આપે, બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ

બોટાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસ દેશની માફી માગે તેવી માગ પણ જિલ્લા પ્રમુખ દ્વારા કરાઇ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંજાબમાં 83 હજાર કરોડના વિકાસના કામોનું લોકાર્પણ કરવા પંજાબ જવાના હતા તેમજ ફિરોઝપુરમાં યોજાયેલી રેલીમાં પંજાબવાસીઓને સંબોધવાનાં હતા. દરમિયાન પંજાબ પોલીસની ચુકને કારણે ફિરોઝપુર પહોંચે તે પહેલા ફ્લાઈઓવર પાસે પ્રદર્શનકારીઓ ટ્રાફિકજામ કર્યું હતું. જેના કારણે 20 મીનીટ પી.એમ કાફલો બ્રીજ પર ફસાયો હતો. પંજાબ સરકારની નિષ્ફળતા અને પંજાબ પોલીસની નિષ્ક્રિયતા દેશવાસીઓને જોવા મળી હતી. વડાપ્રધાન પસાર થવાના હતા ત્યારે સુરક્ષાની વ્યવસ્થા પંજાબ સરકારે કરવી પડે વડાપ્રધાન સમગ્ર દેશના છે.

પ્રદર્શનકારીઓ આ રૂટમાં આવ્યા કેમ ? કોંગ્રેસની કોઈ ચાલ હતી ? વડાપ્રધાનને નુકસાની પહોંચાડવા માંગતા હતા ? પંજાબ પોલીસે કેમ ચુસ્ત પગલાં ન લીધા ? પંજાબ સરકાર સુરક્ષા લઈ કેમ ઊંઘમાં રહી જેવા અનેક પ્રશ્નો દેશના એક નાગરિક તરીકે થઈ રહ્યા છે ! કોંગ્રેસ પંજાબમાં અંધાધુધી અજારકતા ઉભી કરી છે. દેશના વડાપ્રધાનને પંજાબ સરકાર સુરક્ષા આપી ન શકતી હોય પંજાબમાં કોંગ્રેસને સરકાર ચલાવવાનો હક નથી મુખ્યમંત્રી રાજીનામું આપવું જોઈએ અને કોંગ્રેસ દેશની માફી માંગે તેવી બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખે માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...