આગામી પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી બોટાદ જિલ્લામાં થવા જઇ રહી છે. જે અન્વયે બોટાદ શહેરમાં પાળીયાદ રોડ, ભાવનગર રોડ, ગઢડા રોડ, સ્ટેશન રોડ, ખસ રોડ, તુરખા રોડ, સાળંગપુર રોડ, શાકમાર્કેટ તેમજ બોટાદ શહેરી વિસ્તારના વોર્ડ નં.1 થી 11માં સફાઈની કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે.
20 ટન જેટલો કચરાનો નિકાલ કરવામાં આવ્યો
બોટાદ શહેરમાં પસાર થતી ઉતાવળી નદી તથા મધુમતીની સફાઈની કામગીરી જે.સી.બી. મશીન દ્વારા કરવામાં આવી રહી છે. તેમજ નદી વિસ્તારમાં નીકળતા ગટરના મોઢીયા તથા પુલના નાળાની સફાઈ કરી, ઘનકચરા તથા માટીનો નિકાલ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આશરે 20 ટન જેટલો કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે.
બોટાદ શહેરના નાગરિકોને જાહેર અપીલ
બોટાદ નગરપાલિકાની કામગીરીમાં વહીવટદાર તથા ચીફ ઓફિસરના માર્ગદર્શન નીચે સેનેટરી ઇન્સ્પેક્ટર તથા સ્ટાફ મારફત સતત મોનીટરીંગ કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમજ બોટાદ શહેરમાંથી પસાર થતી ઉતાવળી નદી તથા મધુમતી નદીની સફાઈ થયા બાદ નદી વિસ્તારમાં કચરો નાંખવો નહી અને જાહેર રસ્તાની સફાઈ થયા બાદ કચરો ફેંકવો નહિ. તેમ સેનિટેશન ઇન્સ્પેક્ટર ડી.બી.માઢકે બોટાદ શહેરના નાગરિકોને જાહેર અપીલ કરી છે. તે બાબતે કસુર થયેલી દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે તેમ જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.