રાણપુર તાલુકાના માલપુર ગામે પંચાયતના બીલ અટકાવવા બાબતે ભીમાભાઈ ઉર્ફ ચીકાભાઈ પનાભાઈ ઝાપડીયા ઉપર લાકડી વડે માર મારી મારી નાખવાની ધમકી આપી હતી. માલણપુર ગામે તા. 20/11/2022ના રોજ બપોરના સમયે ભીમાભાઈ ઉર્ફ ચીકાભાઈ પનાભાઈ ઝાપડીયા અને તેમનો દિકરો વનરાજ બન્ને ફોર વ્હીલ લઈને રાણપુરથી પોતાના ગામ માલણપુર બપોરે 1.30 વાગ્યે બાપાસીતરમની મઢુલી આવતા ભીમાભાઈ ત્યા ઉતરી ગયેલ અને સાવરણો લઈ મઢુલી સાફ કરવા લાગ્યા હતા.
ત્યારે સરપંચ વીપુલભાઈ ગણેશભાઈ ઘાઘરેટીયા અને રાજુભાઈ કિશોરભાઈ ઘાઘરેટીયા બન્ને પાસે લાકડી અને મહેશ કિશોરભાઈ ઘાઘરેટીયા અને નરેશ નાણભાઈ ઘાઘરેટીયા અને ગામના બીજા માણસો ભેગા થયા હતા ત્યારે ગામના સરપંચ વિપુલભાઈ બાપા સીતારામની મઢુલી પાસે જોઈને કહેવા લાગ્યા હતાકે બીજલભાઈ વાલજીભાઈ ને ચડાવીને પંચાયતનુ બીલ તે અટકાવ્યુ છે.
અને અગાઉ પણ તે અમારૂ બીલ અટકાવ્યુ હતુ જેથી તારા વિરૂધ્ધ એંટ્રોસીટી કરાવવાની છે તેમ કહી ગાળો બોલવા લાગ્યા હતા ત્યારે ભીમાભાઈ નો દિકરો વનરાજ અને મહેન્દ્ર ત્યા આવી ગાયા તો સરપંચ વિપુલભાઈએ મહેન્દ્રનો કાઠલો પકડી થપ્પડ મારી હતી ત્યારે ભીમાભાઈ અને તેમનો દિકરો વનરાજ તેને વધુ મારથી બચાવવા વચ્ચે પડતા રાજુભાઈ કિશોરભાઈ ઘાઘરેટીયાએ વનરાજના પગના ભાગ ઉપર લાકડીના ઘા મારી ઈજા પહોચાડી અને સરપંચ વિપુલભાઈ એ મારી નાખવાની ધમકી આપી હતી.
આ ઘટનાની જાણ પોલીસને થતા આ ચારેય આરોપી વિપુલ ગણેશભાઈ ઘાઘરેટીયા,રાજુભાઈ કીશોરભાઈ ઘાઘરેટીયા,મહેશભાઈ કિશોરભાઈ ઘાઘરેટીયા,નરેશભાઈ નાણભાઈ ઘાઘરેટીયા વિરૂધ્ધ રાણપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.