તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:ધંધુકા તાલુકાના ઉંચડી ગામે એક જ જ્ઞાતિના 2 જૂથ વચ્ચે અથડામણ ,8 વ્યક્તિ ઇજાગ્રસ્ત, 1 ગંભીર

બોટાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા. - Divya Bhaskar
ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા.
  • સામાન્ય બાબતે બનેલા બનાવના 24 કલાક બાદ ધંધુકા પોલીસે 7 ઇસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો

ધંધુકા તાલુકાના ઉંચડી ગામે દેવીપૂજક જ્ઞાતિના બે જુથો વચ્ચે સામાન્ય બોલાચાલીમા ધીંગાણુ થતા આઠ લોકોને ઇજાઓ પહોચતા ધંધુકા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામા આવ્યા હતા જ્યારે એક પુરૂષને ગંભીર ઇજા પહોચાતા વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવના 24 કલાક બાદ ધંધુકા પોલીસે 7 ઇસમો વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ધંધુકા તાલુકાના ઉંચડી ગામે રહેતા લાધાભાઇ જેઠાભાઇ ચેખલીયા જાતે દેવીપૂજક ઉ.વ.70 તા. 8/5/21ના રોજ સાંજે તેઓ પોતાના ઘરે હતા તે દરમિયાન તેમના દીકરા સંજ્ય અને મુકેશ બન્ને પોતાનુ મોટસાઇકલ લઇને ગામમા આવેલ તણાવના કુવા પાસે પાણી ભરવા ગયા હતા તે દરમિયાન આજ ગામમા રહેતા પ્રવિણ પશાભાઇ ચેખલીયા અને અનિલ અરવિંદભાઇ ચેખલીયાએ સંજય અને મુકેશને તુ કોને પુછીને ગામમા આવ્યો છે.

તેમ કહી અપશબ્દો બોલ્યા હતા ત્યાબાદ સાંજે 6.00 કલાકે લધાભાઇ ચેખલીયા તેમના ઘરે હતા તે દરમિયાન વિભા સાગરભાઇ, કના બાજાભાઇ, બળવંત રૂપસંગભાઇ, રૂપસંગ મેરૂભાઇ, પશા બાજા, પ્રવિણ પશાભાઇ અને અનિલ અરવિંદભાઇ હાલમાથ લાકડી કુડાડી જેવા પ્રાણઘાતક હથિયારો લઇ આવીને ઝઘડો કરી ઉશ્કેરાઇ જઇને લાધાભાઇ જેઠાભાઇ ચેખલીયા, તેમના પત્ની, તથા ત્રણ દિકરા સંજયભાઇ, પિન્ટુભાઇ અને શાંતીભાઇ, રૂપસંગભાઇ અને રૂપસંગભાઇના પત્નિને માર મારતા ઇજાઓ પહોચી હતી. ઇજાગ્રસ્ત તમામ લોકોને 108 એમ્બ્યુલન્સ દ્વારા ધંધુકા સરકારી હોસ્પિટલમા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ત્યાથી સંજ્યભાઇ અને રૂપસંગભાઇને માથાના ભાગમા ગંભીર ઇજાઓ પહોચી હોવાથી વધુ સારવાર માટે ભાવનગર ખાતે ખસેડવામા આવ્યા હતા.

આ બનાવ અંગે લાઘાભાઇ જેઠાભાઇ ચેખલાયે ધંધુકા પોલીસ સ્ટેશન ખાતે વિભા સાગરભાઇ ચેખલીયા, કના બાજાભાઇ ચેખલીયા, બળવંત રૂપસંગભાઇ ચેખલીયા, રૂપસંગ મેરૂભાઇ ચેખલીયા, પશા બાજાભાઇ ચેખલીયા, પ્રવિણ પશાભાઇ ચેખલીયા અને અનિલ અરવિંદભાઇ ચેખલીયા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા વધુ તપાસ પી.એસ.આઇ પૃથ્વીરાજસિંહ ગોહીલ ચલાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે એક જ્ઞાતિના બે જૂથ વચ્ચે સામાન્ય બાબતમાં થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં મારક હથિયારો વડે થયેલા હુમલામાં 8 વ્યક્તિને ઇજા પહોંચી હતી જ્યારે 1 વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હતી. બનાવની જાણ થતા ધંધુકા પોલીસ દોડી ગઇ હતી. પરંતુ બનાવના 24 કલાક બાદ ગુનો નોંધ્યો હતો. ઇજાગ્રસ્તોને સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા હતા. એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે થયેલા ઝઘડા અંગેના સમાચાર પવનવેગે પંથકમાં ફેલાતા ચકચાર મચી હતી.

અન્ય સમાચારો પણ છે...