પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ:તરઘરા મોગલધામ મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે નગરયાત્રા નીકળી

બોટાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરશે અને રક્તદાન કેમ્પ અને આઈ. આરાધના સાથે વિવિધ કાર્યક્રમ યોજાશે
  • બોટાદ​​​​​​​ તાલુકાના તરઘરા ગામે મોગલ ધામના પાવન પરિસરમા મોગલ મા, રાજરાજેશ્વરી શ્રી મેલડી મા, શ્રી અંબાજી મા અને દક્ષેશ્વર મહાદેવ મંદિરમા શિવ પંચાયતની મૂર્તિ પ્રતિષ્ઠાનો ભવ્ય 7 દિવસીય મહોત્સવનો પ્રારંભ કરાયો.

બોટાદ તાલુકાના તરઘરા ગામે મોગલ ધામના પાવન પરિસરમા મોગલ મા, રાજરાજેશ્વરી શ્રી મેલડી મા, શ્રી અંબાજી મા અને દક્ષેશ્વર મહાદેવ મંદિરમા શિવ પંચાયતની મૂર્તિ પ્રતિષ્ઠાનો ભવ્ય સાતદિવસીય મહોત્સવનો તા. 2-5-22નાં રોજ પ્રારંભ ધામધૂમથી કરાયો છે.

મહોત્સવનાં પ્રથમ દિવસે કળશ યાત્રા યોજાઈ હતી અને શતચંડી મહાયજ્ઞ, દેવીયાણ કથાનો પ્રારંભ થયો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તા.6/5/22નાં રોજ તરઘરા ગામમાં ધામધૂમ પૂર્વક નગરયાત્રા કાઢવામાં આવી હતી અને રાત્રે ડાક ડમરૂનો કાર્યક્રમ યોજાયો હતો.

બોટાદ તાલુકાનાં તરઘરા ગામે આવેલ મોગલધામ ખાતે તા.2/5/22 થી 8/5/22 સુધી ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ શતચંડી મહાયજ્ઞ અને દેવીયાણ કથા તથા ધર્મસભાનુ ભવ્યાતિભવ્ય આયોજન કરવામા આવ્યુ છે. આ મહોત્સવના પ્રથમ દિવસે કળશયાત્રા યોજાઈ હતી. અને તા.6/5/22નાં રોજ પાંચમાં દિવસે રાજરાજેશ્વરી શ્રી મેલડી મા, શ્રી અંબાજી મા, દક્ષેશ્વર મહાદેવ મંદિરમા શિવ પંચાયત, હનુમાનજીની મૂર્તિની નગરયાત્રા ધામધૂમ પૂર્વક કાઢવામાં આવી હતી.

આ નગરયાત્રા તરઘરા ગામમાં આવેલ શિકોતરમાના મંદિરથી શરૂઆત થઇ આખા ગામની યાત્રા કરી નિજ મંદિર મોગલધામ મંદિરે ખાતે પહોચી હતી. આ નગરયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. આ મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા આજે તા.8/5/22નાં રોજ સવારે 7.00 કલાકે કરવામાં આવશે. આજે તા.8/5/22નાં રોજ મંદિરનાં પરીષરમાં સર્વ રોગ નિદાન કેમ્પ અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ રાત્રે 9.00 કલાકે ખ્યાતનામ કલાકારો કીર્તીદાન ગઢવી, રાજભા ગઢવી અને દેવરાજ ગઢવીનો આઈ આરાધનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. . આ મૂર્તિ પ્રતિષ્ઠામાં જાહેરજનતાને પધારવા આઇ શ્રી દક્ષાબા અને સમસ્ત મોગલધામ પરિવાર દ્વારા નિમંત્રણ પાઠવવામા આવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...