વિકાસ અટક્યો:બોટાદના નાગરિકો 20 વર્ષેય ‘વિકાસ’ને નથી ઓખળી શક્યા

બોટાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 20 વર્ષ પહેલા બોટાદની જનતાને અનેક સપનાઓ દેખાડવામાં આવ્યા હતા પરંતુ એક પણ દિવાસ્વપ્ન હજું પણ પુરુ થઇ શક્યું નથી

20 વર્ષ પહેલા બોટાદની જનતાને અનેક સપનાઓ દેખાડવામાં આવ્યા હતા. બોટાદને બેનમૂન બનાવીશું, ગટરનો પ્લાન એવો આવશે કે જનતા જોતી રહેશે, શેરીએ શેરીએ આર.સી.સી. રોડ હશે, સરસ મજાના રસ્તાઓ હશે, પાણીની અનેક સુવિધાઓ આવશે, ટ્રાફિકનાં પ્રશ્નો ટૂંક સમયમાં હલ થશે, યુવાનો માટે મનોરંજન અને રમત ગમત માટેની સુવિધા હશે, સુદંર અને ફરવાલાયક બગીચો હશે, કાયદો અને વ્યવસ્થા એવી હશે કે બોટાદમાં કોઈ ગુંડો નહી હોય, ભ્રષ્ટાચાર મુક્ત તમામ કચેરીઓ હશે, સરકારી બિલ્ડીંગો અફલાતુન અને અનેક સુવિધાસભર હશે, નદી અને તળાવનું બ્યુટી ફિકેશન જોવા લાયક હશે, દારૂ જુગાર સટ્ટો ક્યાંય જોવા મહી મળે, વ્યાજખોરો અને લુખ્ખાઓનો ત્રાસ નહિ હોય, પોલીસ હપ્તાખોરી જોવા નહી મળે, સમગ્ર બોટાદ સ્વચ્છ અને સુંદર હશે. અને આજે આ સપનાઓ પત્તાના મહેલની જેમ કડડભૂસ થઈ ગયા છે.

હે ભગવાન અમારા બોટાદને તમારી સિવાય કોઈ બચાવનાર હશે ? એ પ્રશ્નાર્થ છે. સમયાંતરે ચૂંટણી આવેને બોટાદની ભલી ભોળી પ્રજાને ધોળા કપડાધારીઓ છેતરીને ચાલ્યા જાય છે. બોટાદનું પાણી પણ એવું છે કે કોઈ પ્રજામાંથી તો આવાજ ન જ કરે પંતુ નેતાઓ અને વિરોધ પક્ષ પણ મોઢા સીવીને બેસી જાય છે.

હા તેમને એ વાતનો ડર છે કે આપણે કોઈ ખોટા કેસમાં કાંઈક ફિટ તો નહી થઇ જઈએ ? અવાજ ઉઠાવ્યો તે ગયો આ ડરે બોટાદની પ્રજાને એટલી નિર્માલ્ય અને પાંગળી બનાવી દીધી છે કે બોટાદનું અન્ડરબ્રિજનું કામ 4 વર્ષ ચાલ્યું એ પણ હજી અધૂરા જેવું છે જે પાણીના નિકાલનો ઉપાય કદાચ ભગવાન પાસે છે ?

તો પણ કોઈએ અવાજ ઉઠાવ્યો નથી અનેક તફલીફો બોટાદની જનતા વેઠી રહી છે પણ અવાજ ન આવ્યો જનતામાંથી કે નેતામાંથી હા અવાજ ઉઠાવ્યો હતો બોટાદનાં કલેકટર તુષાર સુમેરાએ ત્યાં તો કલેકટરની જ બદલી થઇ ગઈ છે ને આચર્યની વાત.

આ અન્ડરબ્રિજનું કામ પૂર્ણ થયું છે તેમ બોટાદની જનતાએ માની લીધું છે ત્યાં તો નવો વિકાસ શરૂ થયો. હા ભાઈ હા બોટાદનો પુલ બને છે હજી તો તેને શરૂઆત થઈ તે ફક્ત છ માસ જ થયા છે. સમગ્ર બોટાદ જ્યાંથી આવન જાવન કરે છે તે પુલનો વિકાસ શરૂ થયો અને પુલ તોડ્યો સાતમ આઠમના તહેવાર, નવરાત્રી, દિવાળી જ ગઈ છે હજી તો 6 માસ જ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...