તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચેકિંગ:બોટાદ એસઓજી દ્વારા ભીડવાળી જગ્યાએ ચેકિંગ

બોટાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રથયાત્રાને લઇ કોઇ ભાંગફોળિયા તત્ત્વો કોઇ કૃત્ય ન કરે તે માટે ચેકિંગનું આયોજન

રાજ્યમાં વિવિધ સ્થળોએ તા.12/7/21ને અષાઢીબીજ નિમિતે ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા, શોભાયાત્રાની ઉજવણી થવાની છે આ તહેવાર શાંતિ પુર્વક રીતે ઉજવણી થાય તે માટે શહેરમા ભીડભાડવાળા સ્થળો, હોટલ-ઢાબા-ગેસ્ટ હાઉસ, બસ સ્ટેશન-રેલ્વે સ્ટેશન તેમજ ધાર્મિક સ્થળો ઉપર સરપ્રાઇઝ ચેકીંગ કરવા તેમજ પેટ્રોલિંગ રાખવા અંગેની સુચના આપવામાં આવી જે સુચનાની અમલવારી કરવા માટે હર્ષદ મહેતા પોલીસ અધિક્ષક બોટાદ, રાજદીપસિંહ નકુમ વિભાગીય પોલીસ અધિકારીના માર્ગદર્શન હેઠળ એચ.આર.ગોસ્વામી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી., એસ.ઓ.જી. સ્ટાફ, બીડીડીએસ સ્ટાફ તથા રેલ્વે પોલીસના પોલીસ ઈન્સ્પેક્ટર એમ.આર. શેખ તથા સ્ટાફ દ્વારા સરપ્રાઇઝ ચેકીંગનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.

જેમાં ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા / શોભાયાત્રાની ઉજવણીને લઇ બોટાદ શહેરમાં આવેલા ભીડભાડવાળા વિસ્તારો જેવા કે, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, શોપીંગ મોલ, મેઇન બજાર તેમજ જીલ્લામાં આવેલ હોટલ-ઢાબા-ગેસ્ટ હાઉસ, ઐતિહાસિક મહત્વ ધરાવતી જગ્યાઓ, મહત્વના ઔધોગિક એકમો, એવા સ્થળો કે જ્યા મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ એકઠા થતા હોય તેવા ધાર્મિક સ્થળો, અવાવરૂ જગ્યાઓમાં સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...