ઘેલા સોમનાથના ટ્રસ્ટીની વરણી:છેલ્લા 5 ટર્મથી ટ્રસ્ટી તરીકે સેવા આપતા બોટાદ મધુસુદન ડેરીના ચેરમેનની ફરી પસંદગી કરાઈ

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ભોળાભાઈ રબારીની ફાઈલ તસવીર - Divya Bhaskar
ભોળાભાઈ રબારીની ફાઈલ તસવીર

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં આવેલ પ્રખ્યાત ઘેલા સોમનાથ મંદિર જે હાલ મુખ્ય વહીવટ કર્તા રાજકોટ જિલ્લા કલેકટર છે. દર 5 વર્ષે ટ્રસ્ટ બોર્ડની સમય મર્યાદા પૂર્ણ થતાં ટ્રસ્ટીઓની યાદી જાહેર થતી હોય છે. ત્યારે ગુજરાત રાજ્ય ખાણ ખનીજ વિભાગ ગાંધીનગર દ્રારા આજ રોજ જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાન સાથેની ટ્રસ્ટીઓની નિમણૂક જાહેર કરી હતી.

જેમાં છેલ્લા 5 ટર્મથી ટ્રસ્ટી તરીકે સેવા આપતા બોટાદ જિલ્લા મધુસુદન ડેરીના ચેરમેન ભોળાભાઈ રબારીની નિમણૂક થતા મિત્રો સર્કલ દ્રારા શુભેચ્છા આપવામાં આવી હતી. મંદિર વહીવટી વિભાગ તેમજ ઘેલાસોમનાથ મંદિરના હરિભક્તો દ્રારા પણ ભોળાભાઈ રબારીની નિમણૂકને આવકારી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...