તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવતર પહેલ:ચાચરિયા પ્રાથમિક શાળાના શિક્ષકે ગામની શેરીમાં શિક્ષણ શરૂ કર્યું

બોટાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓને શેરીએ શેરીએ જઇને શિક્ષણ આપવુ અને વાડી વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓને વાડીએ જઇને શિક્ષણ આપવું

શાળા બંધ છે પણ શિક્ષણ નહીં એ સુત્રને ચરિતાર્થ કરતાં બરવાળા તાલુકાના ચાચરિયા ગામની પ્રાથમિક શાળાના ઈનોવેટિવ શિક્ષક :-પ્રવીણભાઈ એલ.ખાચર બાળકો કે જેમની પાસે ઓનલાઈન શિક્ષણ માટે કોઈ ઉપકરણ ઉપલબ્ધ નથી એવાં વાડી વિસ્તારના વિદ્યાર્થીઓને તેમની શેરીઓમા જઇને શિક્ષણ આપી રહ્યા છે.

ગયા વર્ષે આખું વર્ષ સમગ્ર ગુજરાતની શાળાઓ માટે પ્રેરણારૂપ બનેલ, કમાન્ડ એન્ડ કંટ્રોલ રુમ દ્વારા આ ચાચરિયા ગામની ર્પાથમિક શાળાના શિક્ષક પ્રવીણભાઇ ખાચરની નોંધ વીડિયો જાહેર કરી કરવામાં આવી હતી, તેમજ રાજ્ય કક્ષાએ અને IIM દ્વારા નોંધ લઈ સન્માનિત કરવામા આવ્યા હતા. આ શિક્ષકનુ ઈનોવેશન આ વર્ષ બે વિસ્તારમાં કાર્યરત છે જેમાં વિદ્યાર્થીઓને શેરીએ શેરીએ જઇને શિક્ષણ આપવુ અને વાડી વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓને વાડીએ જઇને શિક્ષણ આપવુ.

અન્ય સમાચારો પણ છે...