• Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • Celebration Of Uttarayan Parva By Botad Astha Charitable Trust; The Festival Was Celebrated By Gifting Kites And Strings To The Children

મનોદિવ્યાંગ બાળકો માટે પતંગ ઉત્સવ:બોટાદ આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉત્તરાયણ પર્વની ઉજવણી; બાળકોને પતંગ અને દોરી ભેટ આપી ઉત્સવની ઉજવણી કરાઈ

બોટાદ20 દિવસ પહેલા

બોટાદ આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદના સહયોગથી મનોદિવ્યાંગ બાળકોએ પતંગ મહોત્સવની મજા માણી હતી. આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ, ટ્રસ્ટી સહિત દિવ્યાંગ બાળકોના વાલીઓ પણ હાજર રહ્યા હતા.

બોટાદ શહેરમાં છેલ્લા 12 વર્ષથી વધારે સમયથી આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટ મનોદિવ્યાંગ બાળકોને ટ્રેનિંગ આપવાની કામગીરી કરી રહ્યા છે. જેમાં 35 જેટલા મનોદિવ્યાંગ બાળકો ટ્રેનિંગ લઈ રહ્યા છે. ત્યારે સંસ્થા દ્વારા મનોદિવ્યાંગ બાળકો માટે પણ દર વર્ષ દરમિયાન આવતા તહેવારોની ઉજવણી પણ સંસ્થામાં કરવામાં આવતી હોય છે. ત્યારે આજે ઉત્તરાયણ પર્વ નિમિત્તે આજે મનોદિવ્યાંગ બાળકો માટે પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવેલું. જેમાં આ ઉત્સવ સાથે બાળકોને શારીરિક કસરતનો પણ આનંદ પણ મળે છે. જેને લઈ મનોદિવ્યાંગ બાળકોમાં આજે પતંગ ઉત્સવનો અનેરો આનંદ જોવા મળી રહ્યો છે.

આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટે મનોદિવ્યાંગ બાળકો માટે આજે યોજાયેલા પતંગ મહોત્સવમાં બોટાદ જાયન્ટ્સ ગ્રુપના સહયોગથી મનોદિવ્યાંગ બાળકોને પતંગ તેમજ દોરી ભેટ આપી ઉત્સવની ઉજવણીમાં સહભાગી બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...