અકસ્માત:મુંડીના પાટિયા પાસે કાર અને બાઇકનો અકસ્માત, 1નું મોત

બોટાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધોલેરા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

ધોલેરા ભાવનગર રોડ ઉપર મુડી ગામના પાટીયા પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક સવારને ગંભીર ઇજા થતાં ઘટના સ્થળ ઉપર મૃત્યુ થયું હતું.બાઈક સવારનું નામ વિષ્ણુભાઈ વસાવા છે તેઓ નસવાડી ગામના રહેવાસી છે તેવું જાણવા મળ્યું છે.

આ ઘટનાની જાણ થતાં 108 વાન ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ અકસ્માતની જાણ થતાં ધોલેરા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્માતમાં કાર રોડ સાઈડમાં પલટી ખાઈ ગઈ હતી તેમાં બેઠેલા મુસાફરોને વધતી ઓછી ઇજા થઈ હતી તેમ જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...