ફરિયાદ:બોટાદની પટેલ ઓર્થોપેડિક હોસ્પિટલના કમર્ચારીને માર માર્યો, મારી નાખવા ધમકી આપી

બોટાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોટાદની ઘટનામાં ફરિયાદ નોંધાઈ
  • સારવાર કરાવવા સમજાવતા હતા ત્યારે દર્દીના પિતાએ થપ્પડ મારી

બોટાદમાં આવેલી પટેલ ઓર્થોપેડિક હૉસ્પિટલના કર્મચારીને દર્દીના 2 સંબધીએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં બોટાદ પોલીસે બંને વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ બોટાદની પટેલ ઓર્થોપેડિક હૉસ્પિટલમાં સેજાદ અફજલ વહોયા (6)ની 10 દિવસ પહેલાં સારવાર કરાવાઈ હતી.

તેના પિતા અફજલ વહોયા અને સોહિલ રહીમભાઈ વડીયા મંગળવારે બપોરે ત્યાં આવ્યા હતા અને મૅનેજમેન્ટ વિભાગમાં કામ કરતા હરેશભાઈ કુકડિયાને ડૉ. હિતેશ કુકડિયાને બોલાવવા કહ્યું હતું. બાદમાં ડૉ. હિતેશભાઈ અને હરેશભાઈ કુકડિયા ઉપરોક્ત બંને લોકોને સારવાર માટે સમજાવતા હતા.

દરમિયાન અફજલ વહોયા અને સોહિલ વડીયા ડૉક્ટર અને કર્મચારીને અપશબ્દ બોલવા લાગ્યા હતા અને સોહિલે હરેશભાઈને જાપટ મારી દીધી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. માર મારવાના આ બનાવ અંગે હરેશભાઈ લાભુભાઈ કુકડિયાએ બોટાદ પોલીસ સ્ટેશનમાં આરોપી અફજલ અને સોહિલ રહીમભાઈ વડીયા (બંને રહે. બોટાદ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...