તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવાકાર્ય:10 દિવસથી વિનામૂલ્યે ટીફીનની સેવા પુરી પાડતી બોટાદની સંસ્થા

બોટાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દરરોજ 300 થી વધુ ટીફીન બનાવી 25 લોકોની ટીમ છેલ્લા દસ દિવસથી અવિરત કાર્ય કરી રહી છે

હાલમા કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે બોટાદ શહેરની કોવિડ હોસ્પિટલો દર્દીઓ થી ફુલ ભરેલી છે આ દર્દીઓ સાથે જિલ્લામાંથી સગાસબંધીઓ હોય છે ત્યારે હાલમા લોકડાઉન ચાલી રહ્યુ છે ત્યારે આ દર્દીઓની સાથે રહેતા સગાસબંધીઓને જમવાની તકલીફ ન પડે તે માટે બોટાદની ગોપીમંડળ વિવેકાનંદ-1ની બહેનો અને સમાજ સેવા સંગઠન ગૃપ તરફથી લોકોને છેલ્લા દસ દિવસથી વિનામૂલ્યે ટીફીન સેવા પુરી પાડવામા આવે છે. જે આવા મહામારીના કાર્યમા લોકો માટે આશીર્વાદ રૂપ પુરપાર થઇ છે.

બોટાદ શહેરની વિવેકાનંદ સોસાયટી-1ની ગોપીમંડળની બહેનો અને સમાજ સેવા સંગઠન ગૃપ તરફથી બોટાદ શહેરમા હાલમા કોરોના મહામારીને લીધે દર્દીઓ અને તેના સગાવહાલાઓ દવાખાનામા હાડમારી ભોગવી રહ્યો છે. ત્યારે લોકડાઉન હોવાથી દર્દીઓ સાથે રહેતા સગાવહાલાને જમવાની મૂશ્કેલી છે ત્યારે અનેક દાતાઓ આ સેવા યજ્ઞમા દાન આપી રહ્યા છે તેના દ્વારા આ ગૃપ દ્વારા તા. 30/4/21 થી ટાફીન સેવાયજ્ઞ શરૂ કરવામા આવ્યો છે.

આ સેવા યજ્ઞમા કામ કરતા 25 જેટલા ભાઇઓ બહેનો છેલ્લા દસ દિવસથી જાતે રસોઇ બનાવી છકડા દ્વારા શહેરની તમામ કોવિડ હોસ્પિટલમા ટીફીન પહોચાડવામા આવે છે. સાથે સાથે પાણીની બોટલ, મોસંબી અને બીસ્કીટના પેકેટ પણ અપાય છે. આ લોકોની આવી અવીરત સેવાને લઇ લોકો દાન પણ આપી રહ્યા છે. જ્યાંસુધી લોકડાઉન રહેશે ત્યાં સુધી આ ટીફીન સેવા પુરી પાડશે. તેમ હરેશભાઇ ધાધલ અને વિજયભાઇએ જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...