તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સફળ સારવાર:બોટાદના ડોક્ટરે દૂરબીન દ્વારા ફેલ હોર્ષશુ કિડની કાઢી ઓપરેશન કર્યુ

બોટાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધંધુકાના આકરૂ ગામના વૃદ્ધને પથરીના દુખાવામાંથી મુક્તિ અપાવી
  • બંને કિડની જોડે હોવાનો કેસ ચારસોમાંથી એકને આ પ્રકારની કિડની ભેગી હોય છે જેનું ઓપરેશન ચેલેજિંગ હોય છે

બોટાદમાં પાળીયાદ રોડ આવેલી ફોર્ચ્યુન ન્યુરોલોજી અને મનોચિકિત્સક હોસ્પિટલના ડો. જયસુખ કળથિયાએ ધંધુકા તાલુકાના આકરૂ ગામના શંભુભાઇ ભોરાણીયા (ઉ.વ. 60)ને બન્ને કિડની ભેગી હતી અને જમણી કિડનીમાં પથરી હતી. આ ફેલ 11 પથરીવાળી હોર્ષશુ કિડની ડો. જયસુખ કળથિયાએ પોતાની સુઝબુજથી દુરબીનથી કાઢી દર્દીનો જીવ બચાવ્યો હતો. બોટાદમાં આવેલી ફોર્ચ્યુન ન્યુરોલોજી અને મનોચિકિત્સક હોસ્પિટલના ડો. જ્યસુખ કળથિયા પાસે એક અઠવાડિયા પહેલા ધંધુકા તાલુકાના આકરૂ ગામના શંભુભાઇ ભોરાણીયાને કિડનીનો દુખાવો રહેતો હોવાથી દવા લેવા માટે આવ્યા હતા.

ત્યારે ડો. જયસુખ કળથિયાએ દર્દીનો સીટી સ્કેન કરાવતા સીટી સ્કેન રિપોર્ટમાં દર્દીની જમણી કીડનીમાં 11 પથરી હતી. પરંતુ આ દર્દીની જન્મથી બન્ને કીડની જોઇન્ટ હોવાથી દર્દીનું પથરીનુ ઓપરેશન જોખમવાળું હતુ. સીટી સ્કેન કરાવ્યા બાદ દર્દીના રાજકોટ રીપોર્ટ કરાવ્યા એમાં તેમની જમણી કીડની ફક્ત 5 % કામ કરતી હતી. એટલે ડો. જયસુખ કળથિયાએ આ દર્દીની જમણી બાજુની બંધ કીડની કાઢીને સફળતાપૂર્વક ઓપરેશન કરી દર્દીનો જીવ બચાવ્યો હતો.

આ અંગે ડો. જયસુખ કળથિયાએ જણાવ્યુ હતુ કે આ પ્રકારના કિસ્સા 400 દર્દીઓમાથી માત્ર એક દર્દીને જ હોય છે. આ દર્દીની જમણીબાજુની કીડની માત્ર 5% ટકા કામ કરતી હોવાથી કીડનીમાંથી પથરી કાઢવી તેના કરતા કીડની કાઢવી વધારે બેટર ઓપશન હતું. પરંતુ આ દર્દીની બંને કીટની જોઇન્ટ હોવાથી બન્ને કીડને છુટી પાડવી પણ જોખમ હતુ.

અન્ય સમાચારો પણ છે...