તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ:બોટાદની આદર્શ પ્રા. વિદ્યાલય તેમજ સાણંદ તાલુકાના સીઆરસી કેન્દ્ર લેખંબમાંં ધો. 6થી 8ના છાત્રોનું સ્વાગત કરાયું

બોટાદ12 દિવસ પહેલા
 • કૉપી લિંક

શ્રી આદર્શ પ્રાથમિક વિદ્યાલય બોટાદમાં ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું. આજ રોજ શ્રી આદર્શ પ્રાથમિક વિદ્યાલય બોટાદમાં ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓનુ સ્કૂલ શરૂ થયાંના પ્રથમ દિવસે સરકારની કોવીડ-19 ની ગાઈડલાઈન અનુસાર દરેક વિદ્યાર્થીઓને સેનેટાઇઝ કરીને થર્મલ સ્ક્રિનિંગ કરીને સ્કૂલમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ તકે સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી ભીખુભાઇ પટેલ, સ્ટાફ મિત્રો અને અન્ય કર્મચારી ગણ હાજર રહેલ. તમામ વિદ્યાર્થીઓ માટે સરકારશ્રીની કોવીડ-19ની ગાઇડલાઇન અનુસાર વર્ગ ખંડમા બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે સાણંદ તાલુકાના સી.આર.સી કેન્દ્ર લેખંબામાં 11 માસના લાંબા વિરામ બાદ ધોરણ 6થી 8માં શિક્ષણકાર્ય શરૂ કરાયું છે. જેમાં સેન્ટરની તમામ સરકારી પ્રાથમિક શાળામાં સરકારની ગાઈડલાઈન અનુસાર શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. સી.આર.સી કો-ઓર્ડિનેટર તુષાર એમ પાંડવ દ્વારા લેખંબા શાળાની મુલાકાત લેવામાં આવી હતી. શાળાઓમાં આવેલા બાળકોની માસ્ક તથા સેનિટાઇઝર આપી ધોરણ 6થી 8ના બાળકોનું શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો