પ્રતિબંધ:બોટાદામાં માલીકની સંમત્તિ વિના તેની મિલકત પર બેનરો લગાવવા પર પ્રતિબંધ

બોટાદા11 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2022 ને ધ્યાને લઈ બોટાદ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મુકેશ પરમારે એક જાહેરનામા દ્વારા બોટાદ જિલ્લાની હદમાં કોઇપણ વ્યક્તિએ તા.03/12/2022 સુધી બોટાદ જિલ્લામાં મકાન માલીકની પરવાનગી વિના તેમની જમીન, મકાન, કમ્પાઉન્ડ દિવાલ વગેરે ઉપર બેનરો લગાવવા, લટકાવવા, નોટીસ ચોટાડવી, સૂત્રો લખવા જેવા કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે.

આ જાહેરનામામાં વધુમાં જણાવ્યા પ્રમાણે વિધાનસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત ભારતના નિર્વાચન આયોગ દ્વારા રાજકિય પક્ષો અને ઉમેદવારો માટે બહાર પાડવામાં આવેલ આચાર સંહિતા મુજબ કોઈ રાજકીય પક્ષો અથવા ઉમેદવારે કેન્દ્ર અને રાજ્ય સરકાર, સ્થાનિક સંસ્થાઓ તેમજ જાહેર સાહસોના મકાનો કમ્પાઉન્ડની દિવાલ સહિત અથવા વીજળી અને ટેલીફોનના થાંભલાઓ ઉપર ચૂંટણી પ્રચારના ઈરાદાથી કોઈ પણ ચૂંટણી અંગેનું બેનર,ચિન્હો સહિત કોઈપણ સાહિત્યનું લખાણ અથવા ટેલીફોનના અથવા વીજતંત્રના થાંભલાના આધારે અથવા અન્ય કોઈ પણ જાહેર મિલકત કે મકાનોના આધારે રસ્તાઓ ઉપર કોઈ બેનર, પોસ્ટર કે ચૂંટણી પ્રચાર સબંધિત સાહિત્યનું પ્રદર્શન કરવું નહી. આ જાહેરનામાના કોઇપણ ખંડનું ઉલ્લંઘન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ-135(1) મુજબ ઓછામાં ઓછા 4 મહિનાની અને વધુમાં વધુ 1 વર્ષની કેદની સજા થશે અને દંડની સજાને પાત્ર પણ થશે.

અન્ય સમાચારો પણ છે...