ધમકી:બોટાદ વિહિપના પ્રખંડ અધ્યક્ષને વિધર્મીની મારી નાખવાની ધમકી

બોટાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોટાદ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટરને આવેદન આપી યોગ્ય તપાસ કરવા માંગ કરવામાં આવી

બોટાદ વિશ્વ હિંદુ પરિષદના પ્રખંડ અધ્યક્ષને વિધર્મીઓ દ્વારા આપવામા આવેલી જાનથી મારી નાખવાની ધમકીને લઇ બોટાદ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગૃહમંત્રીના નામે આવેદનપત્ર લખી બોટાદ કલેક્ટરને આપી ઘટનાની તાત્કાલિક અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામા આવે તેવી માંગ કરવામા આવી હતી.

આ આવેદનપત્રમા જણાવ્યું હતું કે તા. 5-5-2022ના રોજ બપોરે 3:00 કલાકે બોટાદ પ્રખંડના અધ્યક્ષ મહેન્દ્રભાઈ માળી પોતાના ઘરેથી તેમની દુકાને જવા નીકળ્યા ત્યારે નાગલપરના દરવાજા પાસે તેમને ઊભા રખાવી સિરાજ ખલ્યાણી ઉર્ફે સીરો ડોન નામના રીઢા ગુનેગારે ધમકી આપી કે, વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જે હિન્દુ મંદિરો ઉપર આરતી કરવા માઇક લગાવેલા છે

તે તમામ ઉતારી લેજે અને જો નહિ ઉતારી લે તો ધંધુકામાં બનેલા કિશન ભરવાડ હત્યાકાંડ જેવો બનાવ બોટાદમાં તારી સાથે તેમજ વિશ્વ હિન્દુ પરિષદના અન્ય આગેવાનો સાથે બનતા વાર નહિ લાગે, આમ કહી ગાડીમાં બેસાડીને કહેલ કે અત્યારે હું તારું અપહરણ કરી લવ તો તારું વિશ્વ હિન્દુ પરિષદ અને આ સરકાર કે પોલીસ મારું શું બગાડી લેશે ?. આ ઘટનાને લઇ બોટાદ પ્રખંડ અધ્યક્ષ મહેન્દ્રભાઈ માળી અને જિલ્લા તેમજ વિભાગના અધિકારીઓને જાનનું જોખમ રહેલુ છે, તો તેઓને સુરક્ષા આપવા રજૂઆત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...