ઉજવણી:બોટાદમાં જૈન ધર્મના પર્યૂષણ પર્વની પુર્ણાહૂતિને મંગલ દિવસ તરીકે ઉજવાશે

બોટાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અનંત ચતુર્દશી મંગળવારે ભવ્ય ઉજવણી કરાશે

દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર ખાતે દશલક્ષણ પર્વાધીરાજ પર્યુષણ મહાપર્વ ઉજવાય રહ્યાં છે. આ પાવન પ્રસંગે દશલક્ષણ ધર્મ મંડળ વિધાન પૂજાની ભવ્યાતિભવ્ય રચના કરવામાં આવી છે. જેનો અંતિમ દિવસ ભાદરવા-સુદ-14ને તા1 સપ્ટેમ્બરને મંગળવારે અનંત ચતુર્દશી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવશે. આ મંગલ પાવન દિવસ બાળ બ્રહ્મચારી તીર્થકર ભગવાન વાસુપૂજય ભગવાનનો "મોક્ષ કલ્યાણક"નો મહા મંગલકારી અને પ્રવિત્ર દિવસ છે.

આ દિવસે બિહાર રાજ્યની ચંપાપુરી તથા મંદારગીરીનગરી નિર્માણ તીર્થ ભુમીથી એકહજાર મૂનિઓએ શાશ્વત સિધ્ધપદની પ્રાપ્તિ કરી છે. આ મંગલ દિવસે સવારે શ્રી જિનેન્દ્ર ભગવંતોનો સુર્વણ અને રજત કળશથી મંગલ અભિષેક થશે. ત્યારબાદ શ્રીદશલક્ષણ ધર્મ મંડળ વિધાન મહા પૂજા થશે, તથા પૂજય ગુરૂદેવશ્રી કાનજી સ્વામીનું તત્વજ્ઞાનથી ભરપૂર અશરીર થવાનું શાસ્ત્ર સમયસાર જિનવાણી ઉપર પ્રવચન રહેશે, ત્યારબાદ બપોરનાં સમયે આખાં વર્ષ દરમ્યાન ભાવકર્મ દરેક માનવીએ કરેલા હોય તેનું પ્રાયશ્ચિત કરવાં આચાર્યશ્રી પદમનંદિ રચિત આલોચના પાઠનું પઠણ કરવામાં આવશે, ત્યારબાદ સાંજે વર્તમાન પરિસ્થિતિ અને સંજોગોને આધીન સરકારશ્રી ના આદેશ મુજબ સોશિયલ ડિસ્ટન્સ રાખીને સાંજે-6-00 કલાકે સંવત્સરીનું મહા પ્રતિક્રમણ થશે. ત્યારબાદ શ્રી જિનેન્દ્ર ભગવંતોની આરતી ઉતારવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...