કાર્યવાહી:બોટાદમાં પોલીસે હથિયાર ધારણ કરી ફોટા પાડનાર 2 ઇસમ ઝડપ્યા, હથિયાર જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી

બોટાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોટાદમા ભરવાડ વાસ બાપુના બંગલા પાસે રહેતા રહેતા મેહુલ બોળીયા અને ભરત ઉર્ફે મુનો બોળીયાએ ગેરકાયદેશર રીતે હથિયાર ધારણ કરી ફોટાઓ પાડીને ફેસબુક આઇડી ઉપર અપલોડ કરતા પોલીસે બન્ને ઝડપી હથિયાર કબ્જે કરી બન્ને ઇસમો અને હથિયાર જેનુ છે તે રઘુ બોળીયા વિરૂધ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ પોલીસ મહાનિરીક્ષક ભાવનગર દ્વારા ગેરકાયદેસર હથીયાર ધરાવતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ પોતે હથિયાર લાઇસન્સ ધરાવતા ન હોય તેમ છતા અન્ય વ્યક્તિના લાઇસન્સ વાળા હથિયારો ધારણ કરી ફોટાઓ પાડી સોશીયલ મિડીયામાં અપલોડ કરતા હોયતેવા ઇસમોને પકડવા ઝુંબેશ હાથ ધરવામા આવી છે.

જેને લઇ પોલીસ અધિકારી એસ.કે.ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર એ.બી.દેવધા અને પોલીસ સ્ટાફને સોશીયલ મિડીયામાં વોચ રાખવા અને પાસ-પરમીટ વગરના ગેરકાયદેસર હથિયારો ધરાવતા ઇસમોને શોધી કાઢવા બોટાદ માં પેટ્રોલિંગમાં હતા અને સાથોસાથ સોશીયલ મિડીયામાં વોચ તપાસમાં હતા.

આ વખતે ફેસબુક એપ્લીકેશનમા મુન્ના ભરવાડ નામના ફેસબુક એકાઉન્ટ ધારકે બારબોર જોટો હથિયાર સાથેનો ફોટાઓ અપલોડ કરેલ હોય જેની તપાસ કરતા ફોટાવાળા મેહુલ હનુભાઇ બોળીયા અને ભરત ઉર્ફે મુનો બોળીયા. ઇસમો અને પરવાનેદાર રઘુ બોળીયા વિરૂધ્ધ બોટાદ પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...