કામગીરી:બોટાદ પોલીસે યુવકનું પડી ગયેલી બેગ પરત કરી

બોટાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોટાદ સી.સી.ટી.વી. કમાન્ડ એન્ડ કંટ્રોલ સર્વેલન્સ ટીમે ચાલુ મો.સા.માંથી પડી ગયેલ બેગ પરત આપવામાં આવ્યુ હતું.બોટાદમાં 15 ફેબ્રુઆરીએ બપોરે 9.00થી 9.30 કલાક દરમ્યાન યુવક હેડક્વાર્ટર ખસ રોડથી જ્યોતિગ્રામ સર્કલ બાઈક લઈને આવતો હતો તે ત્યારે બાઈક ની સાઇડમાં લટકાવેલ બેગ રોડ પર ક્યાંક રસ્તામાં પડી ગયું છે અને બેગમાં આશરે 4500 રૂપિયાનો સામાન અને અગત્યના ડોક્યુમેન્ટ છે.

જેથી તેઓએ બોટાદ પોલીસની મદદ માંગતા સી.સી.ટી.વી. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનો સંપર્ક કરી સઘળી હકીકત જણાવતા નેત્રમ ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. એ.બી.પરમારના માર્ગદર્શન હેઠળ ફરજ પરના નેત્રમના સર્વેલન્સના પોલીસ રાજેશભાઈ અંબારામભાઈ કણસાગરા, હાર્દિકભાઇ જયંતીભાઇ કચીયા, દર્શનાબેન શંભુભાઈ સોલંકી અને આઉટસોર્સથી ફરજ બજાવતા સ્ટાફે બોટાદ શહેરમાં વિશ્વાસ પ્રોજેકટ અંતગર્ત લાગેલ સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજ ચેક કરી બાઇકની કેમેરામાં રેકી કરતા બેગ સબિહા હોસ્પિટલથી જ્યોતિગ્રામ સર્કલ વચ્ચે રોડ પર રસ્તામાં પડી ગયું હોવાનું જણાતા સ્થળ પર જઈ બેગ શોધી પરત કરવામાં આવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...