કાર્યવાહી:અઢી વર્ષથી જામીન પર ફરાર આરોપીને બોટાદ પોલીસે પકડ્યો

બોટાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોટાદ એસ.ઓ.જી.ટીમે છેલ્લા અઢી વર્ષથી વચગાળાના જામીન ઉપર છુટ્યા બાદ ફરાર થયેલ આરોપીને ઝડપી પાડી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે. રાણપુર પોલીસ સ્ટેશનનો હત્યાના ગુનાનો આરોપી મહિપતગીરી ઉર્ફે મહારાજગીરી જીવણગીરી ગોસ્વામી વચગાળાના જામીન મેળવી છૂટ્યો હતો અને બાદમાં જેલ ખાતે હાજર થયો નથી અને ફરાર છે જે ઇસમ કુતિયાણા પો.સ્ટે. વિસ્તારના ખાગેશ્રી ગામે શિવના મંદીરમાં રોકાયેલો છે જે હકીકતને આધારે બોટાદ પેરોલ ફર્લો સ્કવોડ તથા એસ.ઓ.જી. ટીમે જગ્યાએ જઇ મહિપતગીરી ગોસ્વામીને ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...