તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જુગાર:બોટાદ પોલીસે 3 સ્થળેથી 13 જુગારીને ઝડપી લીધા

બોટાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોટાદ પોલીસે જુગાર રમાતો હોવાની પૂર્વ બાતમીના આધારે બોટાદ તાલુકાના શેથળી અને સમઢીયા નં-1 પાસે આવેલ મંદબુધિ આશ્રમ પાસે કાંટાની વાડમાં રેઇડ પાડી કુલ 13 જુગારીને જુગાર રમતા રૂ. 25080નાં મુદ્દામાલ સાથે ઝડપ્યા હતા.

બોટાદ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે જુદી જુદી ત્રણ જગ્યાએ રેઈદ પાડી ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા કુલ 13 સકુનીઓને ઝડપી પાડ્યા હતા જેમાં બોટાદ સમઢીયાળા નં 1 રોડ પર આવેલ મંદબુધિ આશ્રમ પાસે તળાવની બાવળની કાઈટમાંથી 8 સકુનીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં અલ્ફાજ અફજલભાઈ ગઢિયા, મુબીન ઉર્ફે ભૂરો સિકન્દરભાઈ વારૈયા, સમીર હનીફભાઈ ખીમાણી, જુબેર ઉર્ફે જુબ્બો ઈસ્માઈલ દેસાઈ, દીપક હેમુભાઈ ચૌહાણ, નીલેશ ડાયાભાઈ સરવૈયા, સરફાજ યુનુસભાઈ રાવાણી, મજીદ જીકરભાઈ આમદાણીને રૂ. 14450ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. જયારે બોટાદ તાલુકાના સેથળી ગામે રેઇડ પાડી કિશોર ભૂપતભાઈ સોલંકી, મનસુખ રણછોડભાઈ ભંભાળીયા, તાહિરહુશેન અલ્લારખભિયા વોરા, જયપાલ રાઠોડ, મનસુખ રણછોડ ચૌહાણને રૂ. 10630નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...