તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:બોટાદ પોલીસે જુગાર રમતા 11 જુગારીઓને ઝડપી પાડ્યા

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બોટાદ પોલીસે જીલ્લામાં જુદી જુદી જગ્યાએ જુગાર રમતો હોવાની પૂર્વ બાતમીના આધારે રેઇડ પાડી પૈસાનાં હારજીતનો જુગાર રમતા કુલ 11 લોકોને રૂ. 10120નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ બોટાદ પોલીસે બોટાદ જીલ્લામાં જુદી જુદી ત્રણ જગ્યાએ રેઇડ પાડી કુલ 11 જુગારીઓને ઝડપી પાડ્યા હતા જેમાં રાણપુર પોલીસે બગડ ગામે ગાયમાતાનાં ઓટલા પાસે રેઇડ પાડી ત્રણ ઇસમોને અશોક સાથળીયા, યાશીન કોઠારીયા અને રમેશ મકવાણાને રૂ.1330નાં મુદ્દામાલ સાથે ઝડપી પડ્યા હતા.જ્યારે નાગનેશ ગામે ખોડિયાર કવોરીમાંથી 5 જુગારીઓ મુન્ના સુરેલા, દિનેશ વેલાણી, ઘુઘા સુરેલા, જગદીશ મકવાણા અને દિનેશ મઢવીને રૂ. 794૦નાં મુદ્દમાલ સાથે ઝડપી પાડ્યા હતા જ્યારે બરવાળા પોલીસે બરવાળા શહેરમાં રેઇડ પાડી ત્રણ જુગારી જીવણ ઠાકોર, મહિપત ડાભી અને અશોક બારડને રૂ. 850નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...