કાર્યવાહી:જેતપુરના ચોરીના ગુનામાં ફરાર આરોપીને બોટાદ પોલીસે ઝડપ્યો

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જેતપુરના જુનાગઢ રોડ પરથી 4 ઇસમે લોખંડની પ્લેટોની ચોરી કરી હોવાની આરોપીએ કબૂલાત કરી

બોટાદ પોલીસે જેતપુર પોલીસ સ્ટેશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને બોટાદ તાલુકાના સાલૈયા ગામેથી પૂર્વ બાતમીના આધારે ઝડપી પાડી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે. બોટાદ પોલીસ અધીક્ષક હર્ષદ મહેતા દ્રારા અનડીટેક્ટ ગુના શોધી કાઢવાની સૂચના મુજબ બોટાદ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સપેક્ટર એ.બી.દેવધા નાઓના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ. એચ.એલ.જોષી, બોટાદ પો.સ્ટેના પોલીસ સ્ટાફના પો.કો.ઘનશ્યામભાઈ નથુભાઈ ગાબુ, પો.કો.હસમુખભાઈ કેશુભાઈ મેખિયા, રાજેશભાઈ રૂખડભાઈ ધરજીયા વગેરેએ બોટાદ વિલેજબીટ વિસ્તારમાં ના.રા. પેટ્રોલીંગમાં હતા.

અને તે દરમ્યાન બોટાદ પો.સ્ટેના પો.કો.ઘનશ્યામભાઈ નથુભાઈ ગાબુ, પો.કો.હસમુખભાઈ કેશુભાઈ મેખિયાને સંયુક્ત બાતમી મળી હતી કે જેતપુર પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં નાસતા-ફરતા આરોપીઓ બોટાદ સાલૈયા ગામ પંચાયત પાસે ઉભા છે.

જે હકીકત ના આધારે વ્યુહ રચના કરીને ચારેય દિશામાંથી એક સાથે રેઈડ કરી ઈસમને ઝડપી પાડી આરોપી જગદીશભાઈ વાલજીભાઈ કોગતીયા ( ઉ.વ.33 ધંધો.મજુરી રહે.સાલૈયા ગામ) ને યુક્તી પ્રયુક્તી થી પુછપરછ કરતા તેઓએ જેતપુર પો.સ્ટે.વિસ્તારમા આવેલ જુનાગઢ રોડ,જલારામ મંદીર પાસે જેતપુર ખાતે ગઈ તા.28/11/21 નાં રોજ બાંધકામની લોખંડની પ્લેટો નંગ.60 જેની કિંમત આશરે રૂ.60000- કોઇ અજાણ્યા ત્રણ-ચાર ઇસમો ચોરી કરી લઇ ગયેલાની કબુલાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...