તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:બોટાદ પોલીસે ચોરીના બાઈક સાથે 2ને ઝડપી લીધા, પોલીસે બંને ઇસમો પાસેથી ચોરીનાં 22 બાઇક કબજે લેવાયા

બોટાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોટાદ એલ.સી.બી પોલીસ ટીમે પૂર્વ બાતમીના આધારે મોટરસાઈકલ ચોરી કરતા બે ઇસમોને ઝડપી પાડી તેમની પાસેથી જુદી જુદી જગ્યાએથી ચોરી કરેલા 22 મોટરસાઈકલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે. બોટાદ એલ.સી.બી પી.આઈ. એ.બી. દેવધા અને સ્ટાફના માણસો અરવિંદભાઈ મકવાણા, ભાવેશભાઈ શાહ, ઋષિરાજસિંહ ગોહિલ, ગોકુળભાઈ ઉલ્વા, વનરાજભાઈ ડવ, તકદીરસિંહ પરમાર, કૌશિકભિયા જાની, કુલદીપસિંહ વાઘેલા, રાજેશભાઈ ધરજીયા વગેરે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે સંજય ઘનશ્યામ મકવાણા જાતે.

કોળી રહે. રાંદલ માતાના દડવા તા.ઉમરાળા અને મહેન્દ્ર ઉર્ફે વિશાલ ઉર્ફે જીણો કાંતિભાઈ વાઘેલા (રહે. જાળીલા તા. રાણપુર)ને ઝડપી પાડ્યા હતા. પોલીસે આ ઈસમોની પૂછ પરછ કરી બંને ઇસમોએ જુદી જુદી જગ્યાએથી ચોરી કરેલા 22 મોટરસાઈકલ કબ્જે કરી બને ઇસમો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...