તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:બોટાદ પોલીસે અપહરણકારને ઝડપી કિશોરીને મુક્ત કરાવી

બોટાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપી સામે ઉ.પ્ર.માં ગુનો નોંધાયો હતો

બોટાદ એસ.ઓ.જી ટીમે બોટાદ રેલવે સ્ટેશનથી ઉત્તરપ્રદેશના સહીલી ગામનાં પોલીસ સ્ટેશનનાં અપહરણનાં ફરાર આરોપીને ઝડપી પાડી તેની આરોપીએ અપહરણ કરેલી કિશોરીને મુક્ત કરાવી આરોપી વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરાઇ છે.

એચ.આર.ગોસ્વામી પો.ઇન્સ. એસ.ઓ.જી, અને એસ.ઓ.જી.શાખામાં ફરજ બજાવતા હેડ કોન્સ ગોવિંદભાઇ કાળુભાઇ, હેડ કોન્સ ભગીરથભાઇ જોરૂભાઇ બોરીચા, હેડ કોન્સ હિતેષભાઇ તખતસંગભાઇ સોલંકી, મહિલા પો.કોન્સ ગાયત્રીબેન વસંતભાઇ જોષી, મહિલા પો.કોન્સ આશાબેન વાલજીભાઇ જમોડ વગેરે તા 11/7/૨૧ ના રોજ રથયાત્રાને લઇ ભીડભાડા વાળા વિસ્તારોના ચેકીંગ તેમજ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બોટાદ રેલવે સ્ટેશન પાસે આવતા એક યુવક-યુવતી શંકાસ્પદ હાલતમાં મળી આવતા તેઓની એસ.ઓ.જી ટીમ દ્વારા પુછપરછ કરતા પોતે ઉત્તરપ્રદેશના સહીલી ગામના રહેવાસી હોવાનું જણાવ્યું હતું જેથી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં તપાસ કરાવતા આ ઇસમ વિરૂધ્ધ પ્રતાપગઢ જીલ્લાના માનિકપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...