સુખદ મિલન:બોટાદ પોલીસે ગુમ થયેલા બાળકને શોધી તેના માતા-પિતા સાથે મિલન કરાવ્યું

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બોટાદ પોલીસે ગુમ થયેલા બે બાળકોને ગણતરીની કલાકોમાં શોધી તેના માતા-પિતા સાથે સુખદ મિલન કરાવ્યુ હતું.

બોટાદ પોલીસ સ્ટેશન ખાતે તા.18/5/22ના રોજ બોટાદના હરણકુઇમાં રાજુભાઇના દવાખાના પાસે રહેતા જાનુબેન રાજુભાઇ પરમારે આવી જણાવ્યંુ હતું કે તેમનો દીકરો નિતીનભાઇ રાજુભાઇ પરમાર (ઉ.વ 12) સવારે સબીહા રોડ તરફ ડી.જે જોવા ગયો હતો. તે પછી ઘરે પરત આવ્યો નથી,તેમ જણાવતા બાળકની શોધખોળ કરવા બોટાદ પોલીસ સ્ટેશન પી.આઇ. જે.વી.ચૌધરી દ્વારા અલગ-અલગ ટીમો બનાવી.બોટાદ ટાઉન વિસ્તાર સર્ચ કરી.

જે પૈકી પોલીસ સબ ઇન્સપેકટર બી.જી.વાળાની એક ટીમ દ્વારા બોટાદ નેત્રમ સી.સી.ટી.વી કમાન્ડ કંન્ટ્રોલ ખાતે જઇ પોલીસ સબ ઇન્સપેકટર એ.બી.પરમાર તથા પોલીસ સબ ઇન્સપેકટર બી.જી.વાળાએ સી.સી.ટી.વી કેમેરા ચેક કરતા.જેમા આ બાળક એક લગ્નની જાનમાં ઢોલ વગાડતો જોવા મળ્યો હતો.જે આધારે ત્વરિત તલસ્પર્શી તપાસ કરાવતા.ટેકનીકલ તેમજ હ્યુમન ઇન્ટેલીજન્સની મદદ મેળવતા આ બાળક ધાંગધ્રા ખાતે હોવાની હકીકત મળતા આ બાળકને બોટાદ પોલીસ સ્ટેશન ખાતે લાવી બાળકને તેના માતા-પિતાને સોંપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...