તપાસ:બોટાદ પોલીસે 6 વર્ષ પહેલા ગુમ થયેલી મહિલાને શોધી કાઢી

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બોટાદમાં ખોડીયારનગર-1 સરકારી શાળા પાસે રહેતી મહિલા તા.28/5/2016 ના રોજ પોતાના ઘરેથી કોઇને કાંઇપણ કીધા વગર નીકળી ગઈ હતી જેને બોટાદ પોલીસે ટેકનીકલ અને હ્યુમન ઇન્ટેલીજન્સની મદદથી શોધી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી છે.

રાજ્ય ગાંધીનગર ડી.જી.પી, દ્વારા ગુમસુદા ડ્રાઇવનું આયોજન કરાયું છે. જેને લઈ બોટાદ પોલીસ સ્ટેશન ગુમ જાણવા જોગ મુજબનો બનાવ બોટાદ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. જેમાં ગુમ થનાર દેવવર્ષાબેન અરૂણભાઇ મકવાણા ઉ.વ. 18 વર્ષ (રહે. ખોડીયારનગર-01 સરકારી શાળા પાસે બોટાદ) તા.28/5/2016 ના રોજ પોતાના ઘરેથી કોઇને કાંઇપણ કીધા વગર નીકળી ગયા હતા અને આજદીન સુધી મળી આવતા ન હોય જેથી ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલીજન્સની મદદથી તપાસ કરતા આ ગુમ થનાર યુવતી દેવવર્ષાબેન અરૂણભાઇ મકવાણા લીંબડી ભોગાવા કાંઠે ખાખચોક મંદિર ખાતે પોતાના પતિ સંજયભાઇ લાલજીભાઇ ચૌહાણ સાથે પ્રેમલગ્ન કરી બંન્ને સાથે રહેતા હતા.

અન્ય સમાચારો પણ છે...