ચાઈનીઝ દોરીના જથ્થા સાથે આરોપી ઝડપયો:બોટાદ પોલીસે બાતમીના આધારે 24 હજારની કિંમતની 480 ચાઈનીઝ રિલ સાથે આરોપીની ધરપકડ કરી

બોટાદ21 દિવસ પહેલા

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ચાઈનીઝ દોરીના વેચાણ તેમજ વપરાશ પર કડક હાથે કાર્યવાહી કરવાની જાહેરાત કરેલી છે. કારણ કે ચાઈનીઝ દોરીના કારણે લોકોએ પોતાના જીવ પણ ગુમાવવા પડ્યા છે. આ વાતને સરકાર દ્વારા ગંભીરતાથી લઈ કડક કાર્યવાહી ન આદેશ કર્યા છે.

રાજ્ય સરકારના ગ્રહ મંત્રી ચાઈનીઝ દોરીના વેચાણ પર કડક કાર્યવાહી ન આદેશ વચ્ચે બોટાદ ડી.સ્ટાફ પોલીસને મળેલી બાતમીના આધારે બોટાદ શહેરમાં આવેલી ખોજવાડી વિસ્તારમાં આવેલા દુવા ફ્લેટમાં સીટ કવરની દુકાનમાં ચાઈનીઝ દોરી સંગ્રહ કરેલી હોવાની માહિતી મળેલી. જે માહિતી અંતર્ગત બોટાદ ડી.સ્ટાફ દ્વારા રેડ કરતા 24 હજારની કિંમતની 480 ચાઈનીઝ દોરીની રિલનો જથ્થો પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલો છે.

પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત મુજબ ખોજવાડી વિસ્તારમાં આવેલા દુવા ફ્લેટમાં સીટ કવરની દુકાનમાં ચાઈનીઝ દોરાનો ઝડપાયેલા જથ્થો આફતાબ ઉર્ફે ચોપાટી ગનીભાઈ પઠાણનો હોય પોલીસ દ્વારા હાલ તો આરોપીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવેલો છે.

અન્ય સમાચારો પણ છે...