• Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • Botad Nagar Primary Teachers Association Organized A Bike Rally With The Demand Of Various Pending Issues And Submitted An Application To The Collector.

સુત્રોચાર સાથે વિરોધ પ્રદર્શન:બોટાદ નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્રારા વિવિધ પડતર પ્રશ્નોની માંગ સાથે બાઇક રેલી યોજી કલેકટરને આવેદન આપ્યું

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બોટાદ નગર પ્રાથમિક શિક્ષક સંઘ ઘટકના મોટી સંખ્યામાં શિક્ષકોએ કોળી બોડીગથી બાઇક રેલી કાઢી સુત્રોચાર કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. જૂની પેનશન યોજના સહિત વિવિધ પ્રશ્ને વિરોધ કરવામાં આવ્યો હતો.

રાજ્યમાં પડતર માંગણીઓને લઇ એક પછી એક આંદોલનો જોવા મળી રહ્યા છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં શિક્ષકો પોતાની પડતર માંગણીઓ જેવી કે નગરપાલિકાના શિક્ષકોને 4200 ગ્રેડ પે આપવો, જૂની પેનશન યોજના લાગુ કરવી અને સાતમાં પગાર પચના બાકી લાભો આપવા જેવા વિવિધ પ્રશ્ને શિક્ષકો આંદોલન કરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે આજે બોટાદ કોળી બોડીગ ખાતે ખુબજ મોટી સંખ્યામાં શિક્ષકો એકત્રિત થઈ અને પોતાની પડતર માંગણીઓ છે તે સરકાર પૂર્ણ કરે તેવી માંગ સાથે બાઇક રેલી કાઢી હાથમાં બેનરો અને સુત્રોચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો. રેલી બોટાદ કલેક્ટર કચેરી ખાતે પોહચી હતી જ્યાં તેમના દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામા આવી હતી.

અન્ય સમાચારો પણ છે...