મિલકત સિલ:બોટાદ નગરપાલિકા દ્વારા ટેક્સની બાકી રકમની ભરપાઈને લઈ મિલકત સિલ કરવાની કામગીરી હાથ ધરાઈ, બાકી ટેક્સ ધારકોમાં ફફડાટ

બોટાદ25 દિવસ પહેલા

બોટાદ નગર પાલિકા દ્વારા ટેક્સ વિભાગ દ્વારા ટેક્સ વસુલાતને લઈ હવે આકરા પાણીએ જોવા મળી છે. વારંવાર ટેક્સની રકમની ભરપાઈ કરવા માટે નોટિસ સહિતની કામગીરી બાદ પણ ટેક્સની રકમ ભરપાઈ ન કરતા આજે મિલકત સિલ મારવાની કામગીરી હાથ ધરતા બાકી લેણદારોમાં ફફડાટ ફેલાયો હતો.

બોટાદ નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા રહીશોના આશરે માહિતી મુજબ 20 કરોડ જેટલી રકમની ટેક્સ વિભાગ દ્વારા વસુલાત કરવાની બાકી છે. જે બાબતે બોટાદ નગરપાલિકા દ્વારા વારંવાર જાણ કરવા છતાં નોટિસ આપવા છતાં બાકી ટેક્સની રકમના માલિકો દ્વારા રકમ ભરપાઈ ન કરતા આજે બોટાદ નગરપાલિકાના ટેક્સ વિભાગના કર્મચારીઓ દ્વારા મિલકત સિલ મારવાની કામગીરી સાથે મિલકત પર બોર્ડ અને નોટિસ લગાવી મિલકત સિલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. જેમાં જિન સહિતના અન્ય મિલકતોને પણ સિલ કરવાની કામગીરી સાથે નળ તેમજ ગટરના કનેક્શન પણ કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે હાલ ટેક્સ વિભાગ દ્વારા કડક કામગીરી હાથ ધરતા બાકી લેણદારોમાં ક્યાંક ને ક્યાંક ફફડાટ પણ જોવા મળી રહ્યો છે.

ટેક્સ વિભાગના જણાવ્યા મુજબ નગરપાલિકા દ્વારા 20 કરોડની ટેક્સની બાકી રકમના કારણે બોટાદ નગરપાલિકાના પ્રાથમિક વિકાસના કામો પર તેની ખૂબ મોટી અસર પડી રહી છે. જેને લઈ બોટાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં હાલ તો ટેક્સ વિભાગ દ્વારા ટિમો બનાવી મિલકત સિલ મારવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...