ટેક્સ વિભાગે મિલકતમાં સિલ માર્યા:બોટાદ નગરપાલિકા દ્વારા બાકી ટેક્સના નાણાંને લઈ 22 દુકાનોમાં સિલ માર્યા; ટેક્સ વિભાગ દ્વારા કડક હાથે કામગીરી કરતા બાકી લેણદારોમાં ફફડાટ

બોટાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોટાદ નગરપાલિકા દ્વારા ટેક્સ ઉઘરાવવાની કામગીરીને લઈ કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે. બોટાદ નગરપાલિકાના ટેક્સ વિભાગ દ્વારા ટેક્સ બાકી રહીશોને અવારનવાર નોટિસ તેમજ મૌખિક જાણકારી સાથે બાકી નીકળતી રકમ ભરપાઈ કરવા માટે જણાવવામાં આવતું હોય છે. તેમ છતાં રહીશો દ્વારા બાકી લેણાની રકમ નહીં ભરતા બોટાદ નગરપાલિકા દ્વારા કડક હાથે કામગીરી હાથ ધરવામાં આવેલી છે.

જે અંતર્ગત અગાઉ પણ શહેરની અનેક એવી મિલકતો જેમાં સીલ મારવાની કામગીરી બોટાદ નગરપાલિકા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ હતી. ત્યારે આજે બોટાદ શહેરની શાક માર્કેટમાં આવેલ ગોપી મીરા કોમ્પલેક્ષમાં બાકી ટેક્સની રકમને લઈ 22 દુકાનોની મિલકત પર સીલ મારવામાં આવ્યા.

અન્ય સમાચારો પણ છે...