વસુલાત અંગેની ઝુંબેશ:બોટાદ પાલિકા દ્વારા કરવેરા વસૂલાતમાં બાકીદારોની 3 મિલકત સીલ કરાઈ

બોટાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નગરપાલિકા દ્વારા કરવેરાની વસુલાત અંગેની ઝુંબેશ હાથ ધરાઈ

બોટાદ નગરપાલિકા દ્વારા કરવેરાની વસુલાત અંગેની નક્કર કામગીરીની ઝુંબેશ હાથ ધરાઈ હતી જેમા ન.પા. વહિવટદાર અને ચિફ ઓફિસરની સૂચનાથી ટેક્ષ સુ.પ્રિ. ઉદયરાજ ખાચર ટેક્ષ ઈન્સ. મનોજભાઈ રાવલ, બળદેવસિંહ ગોહિલ, અનિલભાઈ રાઠોડ અને ન.પા કર્મચારીઓ દ્વારા નગરપાલિકાના કરવેરા વસુલાતના મોટા બાકીદાર 3 વ્યક્તિની મિલ્કતોને સિલ કરાઈ હતી.

બોટાદ નગરપાલિકાની સને 2022-23 નાં 25,41,94,017 લાખના માંગણા સામે હાલમાં 2,93,77,516 જેટલી નહીવત કરવેરાની વસુલાત થયેલ છે જયારે નગરપાલિકાની વસુલાત શાખાના કર્મચારીઓ દ્વારા ડોર ટુ ડોર બાકીદારોના કરવેરા ભરી જવા માંગણાબિલ તેમજ નોટીસો પાઠવી તાકીદ કરાઈ તેમ છતા મિલ્કત ધારકો કરવેરા નહિ ભરવાના કારણે ન.પા.દ્વારા વસુલાત ઝુંબેશ હાથ ધરી મોટા બાકીદારો સામે લાલ આંખ કરી હતી.

નગરપાલિકાની વસુલાત ઝુંબેશનાં ભાગરૂપે ટેક્ષ વસુલાત ભરપાઈ નહી કરનાર મોટા બાકીદારો દેસાઈ મલકચંદ ચતુરભાઈ, વસાણી મનહરલાલ શિવલાલ અને વડિયા મયુદીનભાઈ કરીમભાઈ ની મળી કુલ 3 મિલ્કતોને 6 સપ્ટેમ્બરે સિલ મારવામાં આવ્યા હતા. તેમજ નગરપાલિકાની વસુલાત શાખાની દ્વારા બાકીદારોને ટેક્ષ ભરી જવા અપીલ કરવામાં આવી છે. હાલ બોટાદ નગરપાલીકા દ્રારા મિલકતના ચાલુ નાણાકિય વર્ષના બાકિ વેરા પર 10% વિશેષ વળતર યોજના તા.30/9/22 સુધી ટુક સમય માટે શરૂ છે આ યોજનાનો વિશેષ લાભ લેવા ચિફ ઓફીસર દ્વારા અપીલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...