કાર્યવાહી:બોટાદ પાલિકાએ 22 દુકાનને સીલ મારી દીધાં

બોટાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મિલ્કત વેરો બાકી હોવાથી કાર્યવાહી

બોટાદ શહેરના વોર્ડ નં-8 પાંજરાપોળ રોડ પરના ગોપીમીરા કોમ્પ્લેક્ષમાં દુકાન ધરાવતા દુકાનદારોનો મિલકત વેરો ભરવાનો બાકી હતો. આ કારણે બોટાદ નગરપાલિકાના વહીવટદાર પ્રાંત અધિકારી સતાણી, નગરપાલિકાના ચીફ ઓફિસર મુકેશભાઈ વાઘેલાના માર્ગદર્શન હેઠળ દિનેશભાઈ પરમાર, હનીફભાઈ પઠાણ, ગોરધનભાઈ સહિતના નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા આશરે 22 જેટલી દુકાનોને સીલ કરવામાં આવી હતી.

દુકાનો સીલ કર્યાના કલાકોમાં જ આખરે દુકાનદારો દ્વારા બાકી મિલ્કતવેરો ભરી દેવામાં આવ્યો હતો. જેથી દુકાનદારોએ બાકી વેરો ભરી દીધો એટલે નગરપાલિકા દ્વારા સીલ ખોલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...