કામગીરી:બોટાદ પાલિકા દ્વારા મુખ્ય માર્ગો, શહેરી વિસ્તારોમાં સફાઈની કામગીરી હાથ ધરાઇ

બોટાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગામી પ્રજાસત્તાક પર્વની ઉજવણી અન્વયે કામગીરી

આગામી પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી બોટાદ જિલ્લામાં થવા જઇ રહી છે. જે અન્વયે બોટાદ શહેરમાં પાળીયાદ રોડ,ભાવનગર રોડ, ગઢડા રોડ, સ્ટેશન રોડ, ખસ રોડ, તુરખા રોડ, સાળંગપુર રોડ, શાકમાર્કેટ તેમજ બોટાદ શહેરી વિસ્તારના વોર્ડ નં.1 થી 11 માં સફાઈની કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે. બોટાદ શહેરમાં પસાર થતી ઉતાવળી નદી અને મધુમતીની સફાઈની કામગીરી જે.સી.બી.મશીન દ્વારા કરવામાં આવી રહી છે. તેમજ નદી વિસ્તારમાં નીકળતા ગટરના મોઢીયા અને પુલના નાળાની સફાઈ કરી, ઘનકચરા અને માટીનો નિકાલ કરવામાં આવ્યો હતો.

જે અંતર્ગત આશરે 20 ટન જેટલો કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતી. બોટાદ નગરપાલિકાની કામગીરીમાં વહીવટદાર અને ચીફ ઓફિસરના માર્ગદર્શન નીચે સેનેટરી ઇન્સ્પેક્ટર અને સ્ટાફ મારફત સતત મોનીટરીંગ કામગીરી હાથ ધરવામાં આવી રહેલી છે.

તેમજ બોટાદ શહેરમાંથી પસાર થતી ઉતાવળી નદી અને મધુમતી નદીની સફાઈ થયા બાદ નદી વિસ્તારમાં કચરો નાંખવો નહી અને જાહેર રસ્તાની સફાઈ થયા બાદ કચરો ફેકવો નહી તેમ સેનિટેશન ઇન્સ્પેક્ટર ડી.બી.માઢકે બોટાદ શહેરના નાગરિકોને જાહેર અપીલ કરી હતી. તે બાબતે કસુર થયેથી દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે તેમ જણાવાયું હતું. આમ આગામી પ્રજાસત્તાક પર્વની ઉજવણી અન્વયે બોટાદ પાલિકા દ્વારા મુખ્ય માર્ગો, શહેરી વિસ્તારોમાં સફાઈની કામગીરી હાથ ધરાઇ હતી. જેમાંવિસ્તારના વોર્ડ નં.1 થી 11 માં સફાઈની કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...