ગંદકીથી લોકો ત્રાહીમામ:બોટાદ પાલિકા ખુલ્લા ટ્રેક્ટરોમાં ડોર ટુ ડોર કચરો ઉઘરાવતાં રોડ ઉપર ઢોળાય છે

બોટાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચીફ ઓફીસરે વારંવાર કચરો લઈ જતાં સમયે ઢાંકવાની કોન્ટ્રાક્ટરને સૂચના આપી હતી

બોટાદ નગરપાલીકા દ્વારા શહેરમાં ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. પરંતુ આ કોન્ટ્રાક્ટર દ્વારા ખુલ્લા ટ્રેકટરમાં કચરો ઉઘરાવવામાં આવતો હોવાથી આ કચરો ખુલ્લા ટ્રેકટરમાંથી રોડ ઉપર જ્યાં ત્યાં ઢોળાતો હોવાથી શહેરના માર્ગો ઉપર ગંદકીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. જેને લઈ શહેરમાં ખુલ્લા ટ્રેકટરમાં ગંદકીને લઈ દુર્ગંધ મારતા કચરાના લીધે શહેરીજનો બુમોપાડી રહ્યા છે. માટે વહેલી તકે બંધ ગાડીમાં ડોર ટુ ડોર કચરો લેવામાં આવે તેવુ નગરજનો ઈરછી રહ્યા છે.

બોટાદ નગરપાલીકા દ્વારા ડોર ટુ ડોર કચરો ઉપાડવાનો કોન્ટ્રાકટ શ્રીજી એજન્સીને આપવામાં આવ્યો છે. પરંતુ આ એજન્સી દ્વારા ખુલ્લા ટ્રેકટરમાં કચરો ઉઘરાવવામાં આવતો હોવાથી ટ્રેકટરની હાઈટ ઉચી હોવાથી મહીલાઓ જ્યારે કચરો ઠાલવે છે ત્યારે ઉચી હાઈટના લીધે કચરો મહીલાઓ ઉપર પડે છે. જેથી મહિલાઓ દ્વરા ટ્રેકટર ચાલકને આ અંગે વારંવાર ફરિયાદ કરવા છતાં આજ દિન સુધી કોઈ સમસ્યાનો નિકાલ થયો નથી. તેમજ આ ટ્રેકટરમાં સુકો અને ભીનો કચરો અલગ અલગ નાખવા માટેની કોઈ વ્યવસ્થા નથી.

બન્ને કચરો એકજ ટ્રેલરમા નાખવામા આવે છે. તેમા કોઈ અલગ વિભાગો પાડવામાં ન અાવ્યા હોવાથી સુકો અને ભીનો કચરો ભેગો થતો હોવાથી દુર્ગંધ મારે છે અને જ્યારે ટ્રેલર આખુ ભરાય જતા આ કચરો ખુલ્લા ટ્રેકટરમાંથી ઉડીને રોડ ઉપર ઢોળાતો હોવાથી નગરની શેરીઓમાં દુર્ગંધથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. માટે તંત્ર દ્વારા કોન્ટ્રાકટર સામે યોગ્ય કાર્યવાહી કરવામા આવે તેવુ લોકો ઈચ્છી રહ્યા છે.

તમારાથી જે થાય તે કરો અમ ેતો અમારુ ધાર્યું કરીશું
બોટાદ ન.પા. ચિફ ઓફીસર દ્વારા આ કોન્ટ્રાકટરને ખુલ્લા ટ્રેકટરમાંથી કચરો નીચે ઉડે નહીં તે માટે કંતાન ઢાકીને લઈ જવા માટે વારંવાર સુચનાઓ આપવા છતાં આ સુચનાઓનું અનાદર કરી ખુલ્લેઆમ ટ્રેકટરમાં કચરો લઈ જવામા આવે છે. ત્યારે આ કોન્ટ્રાકટ કંપની સામે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવુ નગરજનો માગ કરી રહ્યા છે. તાજેતરમા અમરેલી ન.પા.મા સફાઈ કોન્ટ્રાકટ મુદે ગાધીનગરથી તપાસનો આદેશ થયો છે ત્યારે શુ? બોટાદ ન.પા.મા આ મુદે તપાસ થશે ? કે પછી લોલમલોલ ચાલશે?

અન્ય સમાચારો પણ છે...