જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું:બોટાદ મામલતદાર કચેરીના વિસ્તારને તા.31/10/22 સુધી પ્રતિબંધિત વિસ્તાર તરીકે જાહેર કરાયો

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બોટાદ જિલ્લામાં આવેલી વિવિધ તાલુકા સેવાસદન, મામલતદાર કચેરીઓમાં અરજદાર વ્યક્તિગત રીતે કે મોટી સંખ્યામાં ભેગા થવાની સંભાવના હોય અને સરકારી માલ મિલકતને કે વ્યક્તિગત જાન માલને નુકસાન થવાના બનાવ બનવાની સંભાવના રહી હતી. હાલની કોરોના મહામારીની સ્થિતિ પ્રવર્તતી રહી છે, તેમજ સુલેહ શાંતિ જળવાઇ રહે અને સરકારી માલ મિલકતને નુકસાન ન થાય તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી બોટાદ જિલ્લામાં આવેલ વિવિધ તાલુકા સેવાસદન, મામલતદાર કચેરીઓના પરિસરમાં ફોજદારી કાર્યરીતી અધિનિયમ-1973ની કલમ-144 મુજબ તકેદારીના પગલાનાં ભાગરૂપે પ્રતિબંધો મુકવામાં આવ્યા છે.

બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મુકેશભાઈ પરમાર દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-1973ની કલમ-144થી મળેલી સત્તાની રૂએ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે, બોટાદ જિલ્લામાં સ્થિત વિવિધ તાલુકા સેવાસદન, મામલતદાર કચેરીઓના પરિસરના વિસ્તારને તા.02/09/2022થી તા.31/10/2022 સુધી પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરાયા છે. આ પ્રતિબંધિત વિસ્તારમાં નીચે મુજબના કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. કોઇએ ઉપવાસ પર બેસવું નહીં કે ધરણા કાર્યક્રમ સભાઓનું આયોજન કરવું નહીં. જાહેર સુલેહ શાંતિ જોખમાય તેવા સુત્રો પોકારવા નહીં. જાહેર સુલેહ શાંતિ જોખમાય તેવી અફવાઓ ફેલાવવી નહીં. કોઇપણ વ્યકિતએ પુર્વ મંજુરી સિવાય લાઠી અગર ઇજા થાય તેવા હથિયાર સાથે રાખીને પ્રવેશ કરવો નહીં. કોઇ વિસ્ફોટક પદાર્થ અથવા આગ લાગે તેવો પદાર્થ સાથે રાખવો નહીં. કોઇએ કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની કોવિડ કોરોનાની ગાઇડલાઇન ધ્યાને લેતા સોશ્યલ ડિસ્ટન્સીંગનો ભંગ કરવો નહીં. આ હુકમ સરકારી નોકર કે, સરકારની ફરજ પર હોય તેવી વ્યકિતઓને લાગું પડશે નહી.

આ જાહેરનામાનો કોઇ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર કે મદદ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-188 હેઠળ સજાને પાત્ર થશે. જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલા લેવા માટે કોઇપણ પોલીસ સબ ઇન્સપેક્ટર તથા તેના ઉપરના અધિકારીનેઓને અધિકૃત કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...