કાર્યવાહી:બોટાદ મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી સુપરવાઈઝરને ધમકી આપનારો આરોપી ઝડપાયો

બોટાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોતાના ડમ્પરોને રોકશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી

બોટાદમાં મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી સુપરવાઈઝરને જાનથી મારી નાખવાની ધમકી આપનારા ઈસમને બોટાદ પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી સુપરવાઈઝર સચિન બી. પટેલ, ડ્રાઈવર બટુકભાઈ ગોવિંદભાઈ ચાવડા તથા સિક્યુરિટી રામભાઈ બોલીયા તથા સીક્યુરિટી સંજયભાઈ ચૌહાણ વગેરે 25 ફેબ્રુઆરીના રોજ બોટાદ ટાઉનમાં ભાવનગર રોડ તાજપર સર્કલ પર બિનઅધિકૃત ખનીજ વહન કરતા વાહનો ચેકિંગ માટે બપોરે ઉભા હતા.

તે દરમિયાન એક કાળા કલરનો સ્કોર્પિયો ગાડીના ચાલકે સીધા આવી આ કર્મચારીઓને ચેલેન્જ કરી હતી કે પાળીયાદ રોડ પર મારા ડમ્પર આવે છે જઈને રોકી બતાવો તમે કેમ કરો છો કે હું જોઉં છું અમારા ડમ્પર રોકશો તો તમને જોઈ લઈશું અમે અમારી સાથે બોલાચાલી કરી અને તેને જતા જતા ધમકી આપેલી કે મારી ગાડીઓ ચેક કરશો તો જાનથી મારી નાખીશ અને આ ગાડીવાળા ટાઉનમાં અમારા સ્ટાફ ચેકિંગમાં નીકળે ત્યારે બાઇકના ચાલક અવારનવાર અમારી રેકી કરી અમારી કાયદેસરની ફરજમાં રૂકાવટ કરતા હોય, તેની જાણ પો.સબ.ઇન્સ. એ.બી.પરમારને થતા તેઓના માર્ગદર્શન હેઠળ સ્કોર્પિયો અને બાઇકચાલક કુલદીપભાઈ રાઠોડને ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...