ગાંજો ઝડપાયો:બોટાદ LCBએ બાતમીના આધારે 143 ગાંજાના છોડ કબ્જે કર્યા; ખેતરમાં કપાસ સાથે ગાંજાના છોડની વાવણી થતી હતી

બોટાદ19 દિવસ પહેલા

હાલમાં કેટલાય સમયથી ગાંજા અને ડ્રગ્સના કિસ્સા સામે આવી રહ્યાં છે. આરોપીઓ બેફામ બનીને ગાંજાની હેરાફેરી કરે છે. અને પોલીસ દ્વારા પકડાવાનો ડર પણ રહ્યો ના બોય તેવું લાગી રહ્યું છે. ત્યારે તાજેતરમાં જ એક ગામના ખેતરમાંથી ગાંજાના છોડ મળી આવ્યાનો કિસ્સો સામે આવ્યો છે.જેમાં કપાસના પાક સાથે ગાંજાના છોડની પણ વાવણી કરવામાં આવી હતી. આ કિસ્સો બોટાદ જિલ્લામાં નજરે પડ્યો હતો.

બોટાદ જિલ્લાના પાળીયાદ પોલીસ સ્ટેશન હદમાં ગઢડિયા ગામની સિમની વાડીમાં વાવેતર કરેલો ગાંજો ઝડપાયો. ગઢડિયા ગામની વાડીમાં બોટાદ એલ.સી.બી.ની ટિમને મળેલ માહિતી મુજબ રેડ કરતા લઘુભાઈની વાડીમાંથી 143 છોડ સાથે ગાંજો કપાસ સાથે વાવેતર કરેલા હોય તે છોડ ઝડપી પાડ્યા હતા. બોટાદ એલ.સી.બી. દ્રારા હાલ વાડી મલિક લઘુભાઈની પૂછપરછ હાથ ધરાઈ છે.અને પોલીસ દ્વારા પકડાયેલા ગાંજાની પણ તપાસ હાથ ઘરાવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...