તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:સુરત કાર સ્કેમ કૌભાંડના મુખ્ય સૂત્રધારને બોટાદ LCBએ રાણપુર રોડ પરથી ઝડપ્યો

બોટાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેતુલ પરમાર પાસેથી 19 કાર સહિત રૂપિયા 1.08 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો
  • આરોપી કાર ભાડેથી રાખવાનંુ કહી કારના બનાવટી દસ્તાવેજ બનાવી કાર બારોબાર વેચી નાખતો હતો
  • અત્યાર સુધીમાં આરોપીએ જુદી જુદી કંપનીની 272 કાર વેચી દીધી છે

સુરતનો મહાઠગ કેતુલ પરમાર ઝઘડિયામાં આવેલી ટી.જી.સોલાર પ્રા. કંપનીમાં કાર ભાડે મુકાવી વધારે કમીશન અને વધારે ભાડાની લાલચ આપી શહેરના એજન્ટ અને સગા સબંધીઓ પાસેથી 272 જેટલી જુદી જુદી કંપનીઓની કાર ભાડે લઇ કાર માલકની શરૂઆતમાં ભાડાના રોકડા પૈસા આપી વિશ્વાસમા લઇને કારના ખોટા દસ્તાવેજો બનાવી બારોબારી વેચી રૂપિયા 20 કરોડ જેટલુ કૌભાંડ કરનાર કેતુલ પરમારને બોટાદ એલ.સી.બી. ટીમે રાણપુર બોટાદ મીલીટ્રી રોડ ઉપરથી બાતમીના આધારે ઝડપી પાડી સાત દિવસના રીમાન્ડ મેળવ્યા હતા.

આ મહાઠગ કેતુલ પરમાર પાસેથી પોલીસે 19 જુદી જુદી કંપની કાર કિ.રૂ.1.08 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી સુરત પોલીસને વધુ કાર્યવાહી માટે સોપી દીધો છે.સુરત શહેર ડી.સી બી પોલીસ સ્ટેશન ગુનાનો આરોપી કેતુભાઇ પ્રવિણભાઇ પરમાર (રહે. સુરત, શુભમ રો હાઉસ લસકાણા કામરેજ રોડ)એ જુદી જુદી કંપનીની સગા તથા મીત્રોની કુલ 112 ગાડીઓ અને બીજા લોકોની 142 ગાડીઓ ટીજી સોલાર પ્રા.ઝઘડીયા ગુજરાતની કંપનીમાં મુકવાની હોવાનું જણાવી ભાડેથી લઇ શરૂઆતમાં સમયસર રોકડેથી ભાડું આપી કાર માલીકોનો વિશ્વાસ જીતી લઇ ભાડેથી રાખેલી ગાડીઓમાથી અમુક ગાડીના ખોટા દસ્તાવેજ ઉભા કરી 272 જેટલી કારો બારોબાર વેચી કાર માલીકો સાથે વિશ્વાસઘાત છેતરપીડી કરતો હતો.

કાર વેચનાર આરોપી કેતુલ પરમાર સામે સુરત પોલીસ સ્ટેશનમા ફરીયાદ દાખલ થઇ હતી. આરોપીએ બારોબાર વેચેલી ગાડીઓ જુદા જુદા જીલ્લામાં હોવાની સંભાવનાને લઇ જેની માહિતી બોટાદ જીલ્લાને મળેલી હોવાથી જેના બોટાદ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાએ બોટાદ જીલ્લામાં આવી ગાડીઓની તપાસ કરવા બોટાદ એલ.સી.બી.ટીમે પોલીસ ઇન્સપેકટર એ.બી.દેવધા, એ.એસ.આઇ. સી.એન.રાઠોડ, એલસીબી સ્ટાફના બળદ્રસિંહ ગાહીલ, ભગીરથસિંહ લીંબોલા, બળદેવસિંહ લીંબોલા, જયપાલસિહ ચુડાસમા, પરાક્રમસિહ અનોપસિંહ ઝાલા, વિષ્ણુભાઇ બોરીચા વગેરેએ પૂર્વ બાતમીના આધારે રાણપુર બોટાદ મીલટ્રી હાઇવે રોડ ઉપર વરના કારમાથી આરોપી કેતુલ પ્રવિણભાઇ પરમારને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીના સાત દિવસના રીમાંડ મંજુર કરાવી જુદી જુદી કંપની કુલ 19 કાર કિ.રૂ. એક કરોડ આઠ લાખનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીને આગળની કાર્યવાહી માટે સુરત શહેર ડીસીબી પોલીસ સ્ટેશન સોંપી દેવામા આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...