મધ્યસ્થ જેલ મોકલાયા:બોટાદ LCBએે 2 ઇસમની પાસા હેઠળ અટકાયત કરી, બંને ઇસમો અસામાજિક પ્રવૃતિ સાથે સંકળાયેલા હતા

બોટાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોટાદ એલ.સી.બી. પોલીસે મારામારી જેવી અસામાજિક પ્રવુતિઓ સાથે સંકળાયેલા રાણપુર તાલુકાના અળવ ગામના એક ઇસમને અને બરવાળાનાં એક એમ બે ઇસમોની પાસા હેઠળ અટકાયત કરી બંને ઇસમોને લાજપોર મધ્યસ્થ જેલ ખાતે મોકલી દેવામાં આવ્યા હતા. પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક કરનરાજ વાઘેલાએ અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમો વિરૂધ્ધ પાસા હેઠળ કડક કાર્યવાહી કરવા સુચના આપી હતી.

જે સુચનાને લઇ બોટાદ એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેક્ટર એ.બી.દેવધા દ્રારા પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ ઇન્દ્રવિજય ઉર્ફે ઇન્દુભા પ્રતાપસિંહ ઝાલા રહે.બરવાળાવાળા વિરૂધ્ધ અને રાણપુર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર એસ.ડી.રાણાએ મારામારીના ગુન્હાઓમાં સંડોવાયેલ દેવીરાજ ઉર્ફે દિવ્યરાજ ઉર્ફે લાલુ વનરાજઇ ઉર્ફે વનુ ચાવડા જાતે.કાઠી દરબાર ઉ.વ.19 રહે. અળવ તા.રાણપુર વાળા વિરૂધ્ધ દરખાસ્ત તૈયાર કરી મોકલી આપી હતી.

જે બંને દરખાસ્ત જીલ્લા મેજીસ્ટ્રેટ બી.એ.શાહએ મંજુર કરી પાસા અટકાયત વોરંટ ઇસ્યુ કરતા બોટાદ એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેકટર એ.બી.દેવધા અને એલ.સી.બી સ્ટાફના પો.હે.કોન્સ. લક્ષ્મણદેવસિંહ પ્રવિણસિંહ ચુડાસમાએ બંને ઇસમોને તેના ઘરેથી ઝડપી તેઓનો કોવિડ ટેસ્ટ કરવી ટેસ્ટ નેગેટીવ આવતા પાસા વોરંટની બજવણી કરી બંને ઇસમોને લાજપોર (સુરત) મધ્યસ્થ જેલ ખાતે મોકલી દેવામાં આવ્યા હતા. DSP કરનરાજ વાઘેલાએ અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમો વિરૂધ્ધ પાસા હેઠળ કડક કાર્યવાહી કરવા સુચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...