તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • Botad Karni Sena Submitted Application To The Collector Regarding The Complaint Of Atrocity Against The Sarpanch Of Panavi Village.

માગણી:પાણવી ગામના સરપંચ સામેની એટ્રોસિટીની ફરિયાદને લઇ આવેદન, બોટાદ કરણી સેના દ્વારા કલેક્ટરને રજૂઆત કરાઇ

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાણપુર તાલુકાના પાણવી ગામના મહિલા તલાટી ઉપર ગામના સરપંચ પતિ દ્વારા ખોટી રીતે કરવામાં આવેલ એટ્રોસિટી ફરિયાદને લઇ બોટાદ કરણી સેના દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી તટસ્થ તપાસ કરી યોગ્ય ન્યાય આપવા રજૂઆત કરવામાં આવી હતી.

રાણપુર તાલુકાના પાણવી ગામે તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા રિદ્ધિબા ચાવડા સામે સરકારી કામમાં રુકાવટ કરી ગામના માજી સરપંચ જાદવભાઈ ધાડવી અને ચાલુ સરપંચ મહિલા પતિની રાહબરી નીચે ગામના રઘુબેન મનસુખભાઈ અનુસૂચિત જાતિ દ્વારા તલાટી-કમ-મંત્રી વિરુદ્ધ ખોટા આક્ષેપો સાથે રાણપુર પોલીસ સ્ટેશનમાં એટ્રોસીટીની ફરિયાદ પોતાના એક જ કુટુંબ અને સમાજના સભ્યોને સાક્ષી બનાવી ફરિયાદ કરવામાં આવી હતી.

આ ફરિયાદ કરવાનું કારણ એ હતુ કેજેના દ્વારા ફરિયાદ કરવામાં આવી છે તે મહિલાને તલાટી કમ મંત્રી સાથે કોઇપણ જાતનો વાંધો તકરાર નથી ફક્ત અને ફક્ત માજી સરપંચ અને હાલના સરપંચ દ્વારા પાણવી ગામે જે વિકાસના કામો કરવામાં આવ્યા છે તે સ્મશાનની દિવાલ તથા સુજલામ સુફલામ યોજના અંતર્ગત કામો સરપંચ દ્વારા પોતાની સત્તાની રૂએ ખાનગી વ્યક્તિ ના સર્વે નંબરમાં કરાવ્યા હોવાથી બિલ ચુકવણા માટે તલાટી કમ મંત્રીએ થયેલ કામોની ચકાસણી કર્યા બાદ નિર્ણય કરવામાં આવશે તેવું જણાવ્યું હતું તેથી આ બાબતનું મનદુઃખ રાખી હાલના સરપંચ તથા માજી સરપંચ જાદવભાઈ દ્વારા અનુસૂચિત જાતિની મહિલા ને આગળ કરી તેના કુટુંબના અને સમાજના લોકોને સાક્ષી બનાવી ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી તેમજ મહિલા તલાટી કમ મંત્રીને જાહેરમાં અપમાન કરી માનસિક ત્રાસ, સરકારી કામમાં રુકાવટ, જેવી ધમકી છેલ્લા એક માસથી આપતા હતા પરંતુ મહિલા કર્મચારી બિલ ન ચૂકવવા અડગ રહેતા સરપંચ દ્વારા તલાટી કમ મંત્રીને છેલ્લે ખોટી રીતે ફસાવવાના હેતુથી ત્રાહિત વ્યક્તિને આગળ કરીએ આ ફરિયાદ કરવામાં આવી હતી માટે આ ફરિયાદ અંગે જરૂરી કાર્યવાહી થવા બોટાદ જિલ્લા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા કલેકટરને રજૂઆત કરાઇ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો