તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનોખી પહેલ:બોટાદ ડૉ. સર્વપલ્લી શાળાના શિક્ષક દંપતીની અનોખી પહેલ

બોટાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પુત્રને સરકારી શાળામાં પ્રવેશ અપાવ્યો
  • 108 વૃક્ષો વાવી સમાજને નવી રાહ ચીંધી

બોટાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણ પ્રા.શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા નરેન્દ્રસિંહ સોલંકી અને રેખાબેન ચૌહાણ એ પોતાના પુત્ર ધૈર્યરાજસિંહને પહેલાં ધોરણમાં સરકારી શાળામાં પ્રવેશ અપાવી તમામ સારસ્વતો માટે એક દાખલો બેસાડ્યો છે.

સરકારી શાળા ,શ્રેષ્ઠ શાળાનું ધ્યેય સૂત્ર આ શિક્ષક દંપતી એ સાર્થક કર્યું છે.માત્ર સરકારી શાળામાં પ્રવેશ અપાવી ને બેસી નથી રહેતાં પરંતુ બાળકના સરકારી શાળામાં પ્રવેશને યાદગાર બનાવતા શાળાને આર્થિક અનુદાન પણ આપે છે. જે અન્વયે શાળામાં બાળકોને વાંચન, લેખન, ગણનમાં ઉપયોગી થાય તેવી ટાઇલ્સનું અનુદાન આપ્યુ હતુ. સાથે સાથે પ્રકૃતિ પ્રેમી શિક્ષક દંપતીએ આ અવસર ઉપર 108 જેટલા વૃક્ષો વાવી સમાજ ને નવી રાહ ચીંધી હતી. શિક્ષક દંપતીના આ નૂતન કાર્યને બોટાદ શાસનાધિકારી મોરીએ તેમજ સર્વે સારસ્વત મિત્રોએ શુભેચ્છાઓ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...